સુરેન્દ્રનગર : કલા મહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધામાં 1300 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો...

રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ કમિશનર કચેરી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું સુરેન્દ્રનગર ખાતે આયોજન કરાયું હતું.

New Update
સુરેન્દ્રનગર : કલા મહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધામાં 1300 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો...

રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ કમિશનર કચેરી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું સુરેન્દ્રનગર ખાતે આયોજન કરાયું હતું. જેમાં જિલ્લા કક્ષાએથી 9 જેટલી સ્પર્ધાઓ અને તાલુકા કક્ષાએથી 14 જેટલી સ્પર્ધાઓના વિજેતાઓ સહિત 1300 જેટલા સ્પર્ધકોએ વિવિધ કલાની ચિત્ર, લોકનૃત્ય, ગરબા, સાહિત્ય અને સર્જનાત્મક પ્રવુત્તિઓ સહિતની વિવિધ 23 સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાંથી વિજેતા થનાર સ્પર્ધકોને સરકાર દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવા પુરસ્કાર આપવામાં આવશે, તેમજ આગામી સમયમાં આયોજિત પ્રદેશ કક્ષાના કલા મહાકુંભમાં પણ ભાગ લઈ શકાશે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત આ બે દિવસીય કલા મહાકુંભમાં ખૂણે ખૂણેથી કલા સ્પર્ધકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, અને પોતાની અંદર રહેલી પ્રતિભા ઝળકાવી હતી. સંસ્કૃતિ તેમજ કલા અને સાહિત્યના વારસાને જીવંત રાખવાના સરકારના પ્રયત્નશીલ આ પગલાંને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો.

Latest Stories