સુરેન્દ્રનગર: દસાડાનો 17 વર્ષીય કિશોર સાયપ્રસ દેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે,અત્યાર સુધી અનેક મેડલ મેળવ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાના 17 વર્ષના સૌથી નાની વયના નેશનલ શૂટરે ઇન્ડિયાની સીનીયર ટીમમાં સ્થાન મેળવ્યું હતું.

New Update
સુરેન્દ્રનગર: દસાડાનો 17 વર્ષીય કિશોર સાયપ્રસ દેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે,અત્યાર સુધી અનેક મેડલ મેળવ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાના 17 વર્ષના સૌથી નાની વયના નેશનલ શૂટરે ઇન્ડિયાની સીનીયર ટીમમાં સ્થાન મેળવ્યું હતું. જે સાયપ્રસ દેશમાં ટ્રેપ મેન અને ટ્રેપ મીક્ષ્ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

થોડા સમય અગાઉ ગુજરાતમાં યોજાયેલી 36મી નેશનલ ગેમ્સમાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાના 17 વર્ષના સૌથી નાની વયના નેશનલ શૂટર બખ્તિયારૂદીન મલીકે ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અગાઉ પણ તેને સતત ત્રણ વર્ષ માટે શૂટિંગ સ્પર્ધામાં સ્ટેટ લેવલે ત્રણ ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો હતો. આ કિશોરે ઇન્ટરનેશનલ ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી સિલ્વર મેડલ જીત્યો હતો. તેમજ બખ્તિયારૂદીન મલીકે અર્જુન એવોર્ડ અને રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ, ઓલિમ્પિયન તથા વર્લ્ડ ચેમ્પીયન માનવજીતસિંઘ સંધુના કોંચીગ હેઠળ માત્ર 12 વર્ષની વયે ભારતના સૌથી નાની વયે રીનાઉન્ડ શૂટર બની ઇતિહાસ રચ્યો હતો. બખ્તિયારૂદીન મલીક ઇન્ડિયાની સીનીયર ટીમમાં સ્થાન મેળવી સાયપ્રસ દેશમાં ટ્રેપ મેન અને ટ્રેપ મીક્ષ્ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો છે.

Latest Stories