Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : તરણેતરના ભાતીગળ મેળા દરમ્યાન 17મી ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન…

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં વિશ્વ વિખ્યાત તરણેતરના મેળા દરમિયાન 17મા ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું

X

તરણેતરના ભાતીગળ મેળા દરમ્યાન આકર્ષણનું કેન્દ્ર

ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવાનો અનોખો પ્રયાસ

17મી ગ્રામીણ ઓલિમ્પિક થકી દેશી રમતનું આયોજન

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં વિશ્વ વિખ્યાત તરણેતરના મેળા દરમિયાન 17મા ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આવો જાણીએ રમતના રસપ્રદ પાસા. આ છે તરણેતર... અહિંનો ભાતીગળ મેળો રસીકજનો માટે આકર્ષણનું કેન્દ્ર છે. વર્ષ 2004થી તેમાં ગ્રામીણ ઓલિમ્પિકનું નવું પરિમાણ ઉમેરાયું છે. જેમાં નાળીયેર ફેંક, રસ્સા ખેંચ, માટલા દોડ, દોરડા કૂડ અને લંગડી જેવી પરંપરાગત રમતોની સ્પર્ધા યોજાય છે. રાજ્ય સરકારે પણ મેળામાં દેશી રમતોનો સમાવેશ કરી ગ્રામ્ય વિસ્તારના ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવાનો ઉમદા પ્રયાસ કર્યો છે. આ રમતોમાં ભાગ લેવા માટે ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. રમતવીરોને પ્રોત્સાહિત કરવા રૂપિયા 2 લાખથી વધુના ઈનામો પણ આપવામાં આવે છે. ગ્રામીણ ઓલિમ્પિક થકી રાજ્યના અંતરિયાળ વિસ્તારોના પ્રતિભાવાન ખેલાડીઓ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા માટે અનોખી તક સાંપડે છે.

Next Story