સુરેન્દ્રનગર : ધાંગધ્રાના રાજકમલ ચોક નજીક 18 વર્ષીય યુવકની જાહેરમાં હત્યા, પોલીસ તપાસ શરૂ...

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના રાજકમલ ચોક નજીક 18 વર્ષના યુવાનની જાહેરમાં થયેલી હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.

New Update

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના રાજકમલ ચોક નજીક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં શહેરના જુની માનમહેલાત સામે રહેતા 18 વર્ષીય મહમ્મદ કુરેશી નામના યુવાનની હત્યા થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળાં ભેગા થયા હતા. તો બીજી તરફ, યુવાનની હત્યાની માહિતી મળતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે, 2 દિવસ અગાઉ પોતાના ઘર નજીક સામાન્ય બાબતે માથાકુટ થઇ હતી. જેનું મનદુ:ખ રાખી યુવાન મહમ્મદ કુરેશીને ભર બજારમાં છરીના ઘા ઝીંકી હત્યારા ફરાર થઈ ગયા હતા, ત્યારે હાલ તો સમગ્ર મામલે પોલીસે હત્યારાને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

Latest Stories