સુરેન્દ્રનગર : આર્યસમાજ મંદિર-ધ્રાંગધ્રામાં 7 દિવસીય આર્ય વીરાંગના શિબિરનો પ્રારંભ, યોગ-તલવારબાજી-લાઠી દાવની તાલીમ અપાશે...

ધ્રાંગધ્રા સ્થિત આર્યસમાજ મંદિર ખાતે આયોજિત 7 દિવસીય આર્ય વીરાંગના શિબિરનો મુખ્ય ઉદ્દેશ યુવાઓમાં માનસિક અને શારીરિક મજબૂતાઈ કેળવવાનો છે.

New Update
  • ધ્રાંગધ્રા સ્થિત આર્યસમાજ મંદિરમાં કરાયું આયોજન

  • 7 દિવસીય આર્ય વીરાંગના શિબિરનો પ્રારંભ કરાયો

  • યોગ-તલવારબાજી અને લાઠીદાવની તાલીમ અપાશે

  • યુવામાં માનસિક-શારીરિક મજબૂતી કેળવવાનો ઉદ્દેશ

  • શિબિર વેળા વિદ્યાર્થીઓને સ્વરક્ષણની તાલીમ અપાશે

આજના યુવાઓમાં માનસિક અને શારીરિક મજબૂતાઈ કેળવવાના ઉદ્દેશ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત આર્યસમાજ મંદિર ખાતે 7 દિવસીય આર્ય વીરાંગના શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત આર્યસમાજ મંદિર ખાતે આયોજિત 7 દિવસીય આર્ય વીરાંગના શિબિરનો મુખ્ય ઉદ્દેશ યુવાઓમાં માનસિક અને શારીરિક મજબૂતાઈ કેળવવાનો છે. સાથે સાથે તેમનામાં ઉચિત સંસ્કારો અને ગુણોનું સિંચન કરવામાં આવશે. યજ્ઞ અને હવન જેવી પ્રાચીન ભારતીય પરંપરાઓથી પણ તેમને પરિચિત કરાવવામાં આવશે.

આર્યસમાજ મંદિર દ્વારા આયોજિત આ શિબિરમાં આર્યવીર અને આર્ય વીરાંગનાઓ બન્ને ભાગ લઈ શકે છે. શિબિર દરમિયાન તમામ પ્રવૃત્તિઓ શિસ્તબદ્ધ રીતે કરાવવામાં આવી રહી છે. આ નિઃશુલ્ક શિબિરમાં યુવા પેઢીને આર્ય સંસ્કૃતિ અને પ્રાચીન વૈદિક સંસ્કૃતિની માહિતી આપવામાં આવશે. શિબિર દરમિયાન વિદ્યાર્થીઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી રહી છે. તેમાં યોગતલવારબાજીલાઠી દાવ અને સૂર્ય નમસ્કારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જિમનેસ્ટિકકસરતલેજીમ અને રમત-ગમતની પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવનાર છે.

Latest Stories