સુરેન્દ્રનગર: કલેક્ટર કચેરીમાં સંકલન સમિતિની બેઠક યોજાય

સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં આગામી તારીખ 21 જૂન ના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજનની ચર્ચા કરવામાં આવી.

New Update
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં આગામી તારીખ 21 જૂન ના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજનની ચર્ચા કરવામાં આવી.

આ વર્ષે યોગ દિવસમાં અધિકારીઓ પણ યોગને પ્રાધાન્ય આપવા સાથે લોકોમાં અવરનેસ વધારે તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો યોગ દિવસ નિમિત્તે જિલ્લાભરમાં યોગ સેમીનાર યોજવા અને વિશ્વ યોગ દિવસને યાદગાર બનાવવા ચર્ચા વિચારણા બેઠકમાં કરવામાં આવી હતી.આ ઉપરાંત શાળા કોલેજો અને સરકારી કર્મચારીઓ અધિકારીઓ પણ વિશ્વ યોગ દિવસમાં જોડાઈ તેને ધ્યાને રાખી બેઠકનું આયોજન કરવા સૂચના અપાય હતી.

Read the Next Article

અંકલેશ્વર : શહેરના માર્ગો ખખડધજ બનતા વાહનચાલકો પરેશાન,નગરપાલિકાની સામે રોષ ઠાલવતા નગરજનો

અંકલેશ્વર શહેરમાં રસ્તા ખખડધજ બનતા વાહનચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે.અને નગરપાલિકા યોગ્ય સુવિધા આપવામાં નિષ્ફળ રહી હોવાની લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે.

New Update
  • બિસ્માર રસ્તાથી નગરજનો પરેશાન

  • રસ્તા ખખડધજ બનતા વાહન ચાલકોમાં રોષ

  • ખાડા પુરવામાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપ

  • નગરજનોને સુવિધા આપવામાં પાલિકા નિષ્ફળ

  • ગણેશોત્સવ પહેલા સારા રસ્તાની ઉઠી માંગ

અંકલેશ્વર શહેરમાં રસ્તા ખખડધજ બનતા વાહનચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે.અને નગરપાલિકા યોગ્ય સુવિધા આપવામાં નિષ્ફળ રહી હોવાની લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે.

અંકલેશ્વરમાં વરસાદ વરસ્યા બાદ રસ્તાઓ ખખડધજ બની ગયા છે.જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે.શહેરમાં સ્ટેશન રોડથી ભરૂચીનાક સુધીનો માર્ગ બિસ્માર બન્યો છે.રોડ પરથી પસાર થતા વાહનચાલકો સારા રસ્તા માટેની માંગ કરી રહ્યા છે.જે વિસ્તારમાં રોડ પરના ખાડા પૂરવામાં આવ્યા હતા,ત્યાં ફરીથી ખાડા પડી ગયા હોવાની ફરિયાદ પણ લોકો કરી રહ્યા છે. નગરપાલિકાનું તંત્ર નગરજનોને સારી સુવિધા આપવામાં નિષ્ફળ રહ્યું હોવાનો આક્ષેપ પણ સ્થાનિક લોકો કરી રહ્યા છે.   

અંકલેશ્વરમાં રસ્તા ખખડધજ બનતા આગામી ગણેશોત્સવને લઈને તમામ રસ્તાઓ નવીનીકરણની માંગ ઉઠવા પામી છે.આ ઉપરાંત મહાવીર ટર્નિંગ પાસે નવા બનાવેલા રોડ પર પણ ખાડા પડ્યા પડી જતા વાહનચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે.ત્યારે તંત્ર દ્વારા ગુણવત્તાયુકત રસ્તા બનાવવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે.