સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર અખિયાણાં નજીક ટ્રેકટર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
BY Connect Gujarat Desk21 March 2023 4:27 AM GMT

X
Connect Gujarat Desk21 March 2023 4:27 AM GMT
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર અખિયાણાં નજીક મજૂરો ટ્રેકટર લઈને મજૂરી કામ અર્થે ખેતરે જઈ રહયા હતા. તે સમયે ટ્રેકટર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે બે લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે 15 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાની માહિતી પ્રાપ્ત થઈ હતી,
ઘટનાની જાણ થતાં બજાણાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. બજાણાં પોલીસ અકસ્માતનો ગુન્હો નોંધી વધુ કાર્યવાહી બજાણાં પોલીસ મથક ના પી.એસ.આઈ ડી.ઝે,ઝાલા ચલાવી રહ્યા છે,
Next Story