સુરેન્દ્રનગર : માત્ર 150 રૂપિયા માટે મિત્રએ જ કરી મિત્રની હત્યા, અંતે હત્યારો જેલ ભેગો...

કુડા ગામે માત્ર 150 રૂપિયાના ભાડાની બાકી પડતી ઉઘરાણી બાબતે મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે.

New Update
સુરેન્દ્રનગર : માત્ર 150 રૂપિયા માટે મિત્રએ જ કરી મિત્રની હત્યા, અંતે હત્યારો જેલ ભેગો...

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામે માત્ર 150 રૂપિયાના ભાડાની બાકી પડતી ઉઘરાણી બાબતે મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે ધ્રાંગધ્રા પોલીસે હત્યારા આરોપીને ટંકારા ગામેથી ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.

ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામે રહેતા રમેશ સંકલપરાનો મૃતદેહ તેના જ ઘરમાંથી મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મૃતકની માતાએ નોંધાવેલી ફરીયાદ મુજબ મૃતક રમેશ મોરબી ખાતે મજૂરી કામ કરવા માટે ગયો હતો, જ્યાં ટંકારાના અલ્પેશ પટેલ નામના વ્યક્તિ સાથે તે ભાડાના મકાનમાં રહેતો હતો. તે દરમ્યાન બન્ને વચ્ચે રૂપિયાની લેતીદેતી બાબતે બોલાચાલી થતાં અલ્પેશ પટેલે લાકડાના ધોકા મારી રમેશની હત્યા નિપજાવી ઘટના સ્થળેથી નાસી છુટ્યો હતો, ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે હત્યારાને વહેલી તકે ઝડપી લેવા અલગ અલગ ટીમો બનાવી હતી. પોલીસે હત્યારા મિત્ર અલ્પેશને તેના વતન ટંકારા ગામેથી ઝડપી પાડ્યો હતો. જોકે, પોલીસ તપાસમાં માત્ર 150 રૂપિયાના ભાડાની બાકી પડતી ઉઘરાણી બાબતે મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી હોવાનું બહાર આવ્યું હતું.

Latest Stories