સુરેન્દ્રનગર: ચોટીલામાંથી ચોરીના સળીયાનો મોટો જથ્થો ઝડપાયો,રૂ.20 લાખનો મુદ્દામાલ જપ્ત

ગુજરાત | Featured | સમાચાર, સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા ખાતે પોલીસે  ચોરીના લોખંડના સળીયા સહિત રૂ.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસની કાર્યવાહી
પોલીસને નાઈટ પેટ્રોલિંગ દરમ્યાન મળી સફળતા
બિન વારસી હાલતમાં ટ્રક મળી આવી
ટ્રકમાંથી લોખંડના સળીયાનો મોટો જથ્થો મળી આવ્યો
રૂ.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા ખાતે પોલીસે  ચોરીના લોખંડના સળીયા સહિત રૂ.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ  પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન મઘરીખડાના બોર્ડથી આગળ અમરદીપ હોટેલની સામેના ભાગે એક ટ્રેલર રજી નં GJ-12-BW-9857 બિનવારસી હાલતમાં મળી આવ્યુ હતું.પોલીસે તપાસ કરતા કોઇ ડ્રાઇવર કે કલીનર હાજર ન હોય અને  ટ્રક/ટ્રેલર અવાવરૂ જગ્યાએ બીન વારસી હાલતમાં મળી આવેલ હોય કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસે લોખંડના સળીયા અને ટ્રક મળી કુલ રૂપિયા 20 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Read the Next Article

ભરૂચ: વિતેલા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

New Update
2 varsad

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ગતરોજ સમગ્ર દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો.

ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં વરસેલ વરસાદના તાલુકા આંકડા પર નજર કરીએ તો જંબુસર 18 મી.મી.આમોદ 7 મી.મી.વાગરા 1 ઇંચ ભરૂચ 21 મી.મી.ઝઘડિયા 1 ઇંચ.અંકલેશ્વર 1 ઇંચ.હાંસોટ 17 મી.મી..વાલિયા 1 ઈંચ અને નેત્રંગમાં 9 મી.મી.વરસાદ નોંધાયો હતો