સુરેન્દ્રનગર:શક્તિ માતાજીના મંદિરે સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું

સુરેન્દ્રનગરનાં દાળ મીલ પાસે આવેલ શકિત માતાજીના મંદિરે સમુહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. કારતક સુદ એકાદશીને મંગળવારના દીવસે ઝાલા વંશ

New Update
maa

સુરેન્દ્રનગરનાં દાળ મીલ પાસે આવેલ શકિત માતાજીના મંદિરે સમુહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. કારતક સુદ એકાદશીને મંગળવારના દીવસે ઝાલા વંશના જનેતા એવાં પૂજનીય શક્તિમાતાજીનો જન્મોત્સવ નિમિત્તે હરશક્તિ મંડળ દ્વારા  ૯૪૯ મો જન્મદિવસ નિમિત્તે શકિત મંદીર દાળમીલ રોડ પર ૨૫૦૦ દિવડા પ્રગટાવી નેમહા આરતીનું આયોજન કરવામાં આવ્યુ હતું.

સમાજના આગેવાન અને મંદિર ટ્રસ્ટનાં તથા મોટી સંખ્યામાં સમાજનાં ભાઇઓ અને બેહનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવાનો દ્વારા જહેમત ઉઠાવી હતી.