Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : ખેરડી ગામેથી બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો, LCB પોલીસે રૂ. ૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરેન્દ્રનગર : ખેરડી ગામેથી બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો, LCB પોલીસે રૂ. ૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
X

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઇવે પર ખેરડી ગામ નજીક આવેલ ખેતરની ઓરડીમાંથી LCB પોલીસે લગભગ ૩ હજાર લીટર જેટલા બાયોડીઝલના જથ્થા સહીત કુલ રૂપિયા ૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં મોટાપાયે ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થતું હોવાની ફરીયાદો ઉઠી રહી છે, ત્યારે ચોટીલા હાઇવે પર ખેરડી ગામ નજીક આવેલ હોટલના પાછળના ભાગના ખેતરની ઓરડીમાં બાયોડીઝલનો જથ્થો છુપાવી વેચાણ કરવામાં આવતો હોવાની બાતમીના આધારે LCB પોલીસ ટીમે દરોડો કર્યો હતો. જેમાં ખેતરની ઓરડીમાંથી ૩ હજાર લીટર બાયોડીઝલ, એક છોટા હાથી ટેમ્પો, 25 બેરલ, 23 કેરબા અને બાયોડીઝલ ભરવા માટેનો ફ્યુઅલ પંપ સહીત કુલ કિંમત 3.23 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ બાયોડીઝલનો જથ્થો ખેરડી ગામના જયવીરસિંહ ધાધલ દ્વારા વેચાણ કરવામાં આવતો હોવાની વિગતો બહાર આવી છે, ત્યારે હાલ તો પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.

Next Story