સુરેન્દ્રનગરના પાટડીના આ મહિલા અનેક મહિલાઓને સ્વમાનભેર જીવવાની પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. મહિલા દિવસ નિમિત્તે નિહાળો કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ ભણતર જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે, એ વાત સાચી, પણ ભણતર ન હોય તો પણ પગભર થઇ બીજી મહિલાઓને પોતાના અસ્તિત્વની ઓળખ કરાવતી માનુનીઓ બહુ જૂજ હોય છે.
એમાં પાટડીના સેવાભાવી મીનાબેન દેસાઇનો સમાવેશ કરી શકાય. સુરેન્દ્રનગરના પાટડી જેવા નાનકડા ગામમાં રહેતા અને માત્ર 10 ચોપડી પાસ મીનાબેન દેસાઇ પાટડી અને આજુબાજુના ગામોમાં વિધવા, ત્યક્તા અને ગરીબી રેખા હેઠળ જીવતી બેથી અઢી હજાર મહિલાઓને હસ્તકલા થકી રોજીરોટી રળી આપે છે. એની સાથે સાથે એમણે અત્યાર સુધીમાં સેંકડો મહિલાઓને વિવિધ મુસિબતોમાંથી જીવના જોખમે હિંમતભેર ઉગારીને સલામત સ્થળે પહોંચાડી માનવતાની મહેંક પ્રસરાવવાનું કામ કર્યું છે.
અત્યાર સુધીમાં રાજ્યપાલ એવોર્ડ, ગૌરવવંતો ગુજરાત એવોર્ડ અને બેસ્ટ વુમન આંત્રરપ્રિન્ચોર એવોર્ડ તેઓ મેળવી ચૂક્યા છે.મીના બહેન દેસાઇ માને છે કે મહિલાએ સ્વમાનભેર જીવવું હોય તો પગભર થવું જ જોઇએ. માત્ર 10 ચોપડી પાસ પાટડીના મીનાબેન દેસાઇ રણકાંઠાના ગાંમડાની વિધવા, ત્યક્તા અને ગરીબી રેખા નીચે જીવતી 2000થી વધુ મહિલાઓને હસ્તકલા થકી રોજીરોટી પુરૂ પાડવાનું કામ ગર્વભેર કરે છે.