સુરેન્દ્રનગર : ઘુડખર અભ્યારણમાં દુર્લભ પક્ષીઓની સંખ્યામાં વધારો થવાની સાથે પ્રવાસીઓની સંખ્યા પણ વધી..!

ઘુડખર અભ્યારણમાં સમગ્ર એશિયામાં માત્ર અહીં જોવા મળતી દુર્લભ પક્ષી તેમજ પ્રાણીઓની પ્રજાતિમાં ઘુડખર મુખ્ય આકર્ષણ બન્યું

New Update
સુરેન્દ્રનગર : ઘુડખર અભ્યારણમાં દુર્લભ પક્ષીઓની સંખ્યામાં વધારો થવાની સાથે પ્રવાસીઓની સંખ્યા પણ વધી..!

સુરેન્દ્રનગર જિલ્લામાં ઘુડખર અભ્યારણમાં દુર્લભ પ્રજાતિના પક્ષીઓની સંખ્યામાં વધારો થવાની સાથે અહી આવતા પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી-બજાણા તેમજ ધ્રાંગધ્રા વિસ્તારને અડીને આવેલ ઘુડખર અભ્યારણમાં સમગ્ર એશિયામાં માત્ર અહીં જોવા મળતી દુર્લભ પક્ષી તેમજ પ્રાણીઓની પ્રજાતિમાં ઘુડખર મુખ્ય આકર્ષણ બન્યું છે, ત્યારે આ વર્ષે અભયારણ્ય અધિકારીઓના અંદાઝ મુજબ ઘુડખર, નાર, શિયાળ, શાહુડી, ઝરખ અને રણલોંકડી જેવા દુર્લભ પ્રાણીઓ તેમજ પક્ષીઓમાં શોર્ટ ટોઇટ લાર્ક, ઇગલ્સ, પેરેગ્રીન ફાલકન, મર્લિન, સુરખાબ અને ફ્લેમિંગો સહિતની વિવિધ પક્ષીઓની પ્રજાતિમાં વધારો જોવા મળ્યો છે. તેમજ આ વિસ્તારમાં તમામ દુર્લભ પક્ષીઓ તેમજ પ્રાણીઓ સલામતી શાંતિ અને ખોરાક મળી રહેતો હોવાથી અહીં વસવાટ કરતા હોય છે. જે દુર્લભ હોવાથી દૂર દૂરથી આવતા પ્રવાસીઓ તેમજ વિદેશથી આવતા પ્રવાસીઓ રણમાં આવવા માટે આકર્ષાય રહ્યા છે. આ વર્ષે અભ્યારણ વિસ્તારમાં વિવિધ દુર્લભ પક્ષીઓ તેમજ પ્રાણીઓની સંખ્યા નોંધપાત્ર જોવા મળતા પ્રવાસીઓની સંખ્યા વધવા પામી છે, તેવું વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Latest Stories