Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : દિવ્યાંગ બહેનો માટે ઇલેક્ટ્રોનિક કૃત્રિમ હાથ વિતરણ કેમ્પ યોજાયો, નિઃશુલ્ક કૃત્રિમ હાથ ફીટ કરાયા...

રોટરી ક્લબ ઓફ-વઢવાણ સીટી અને ઇનાલી ફાઉન્ડેશન-પુનાના સંયુક્ત ઉપક્રમે જરૂરિયાતમંદો માટે વિનામુલ્યે કૃત્રિમ હાથ વિતરણ કેમ્પ યોજાયો હતો.

X

સુરેન્દ્રનગર ખાતે રોટરી ક્લબ ઓફ-વઢવાણ સીટી અને ઇનાલી ફાઉન્ડેશન-પુનાના સંયુક્ત ઉપક્રમે જરૂરિયાતમંદો માટે વિનામુલ્યે કૃત્રિમ હાથ વિતરણ કેમ્પ યોજાયો હતો. જેમાં 38 જેટલા લાભાર્થીઓને બેટરી સંચાલિત કૃત્રિમ હાથ ફિટ કરી આપવામાં આવ્યા હતા.

દિવ્યાંગ બહેનો પોતાની રીતે પોતાના કામ કરી શકે અને ઘરના રોજીંદા કામકાજમાં મદદરૂપ થઈ શકે તે માટે સુરેન્દ્રનગર ખાતે રોટરી ક્લબ ઓફ-વઢવાણ સીટી અને ઇનાલી ફાઉન્ડેશન-પુનાના સંયુક્ત ઉપક્રમે જરૂરિયાતમંદો માટે વિનામુલ્યે કૃત્રિમ હાથ વિતરણ કેમ્પ યોજાયો હતો. જેમાં ગુજરાત અને રાજસ્થાનની 38 જેટલીન દિવ્યાંગ બહેનોને કૃત્રિમ હાથ ફિટ કરી આપવામાં આવ્યા હતા. આ કૃત્રિમ હાથ ઈલેક્ટ્રિક બેટરીથી કામ કરે છે. માત્ર 20થી 25 મિનિટમાં બેટરી ચાર્જ થઈ ગયા પછી 3 દિવસ સુધી કામ કરે છે. કૃત્રિમ હાથથી લાભાર્થી રોટલી વણી શકે છે, શાક સમારી શકે છે, માથું ઓળી શકે છે, કમ્પ્યુટર-મોબાઈલ ઓપરેટ કરી શકે છે. આ ઉપરાંત કૃત્રિમ હાથથી જમવાની, બ્રશ કરવાની, કચરા-પોતા કરવામાં પણ સરળતા રહે છે. આ કૃત્રિમ હાથની કિંમત અંદાજીત 25 હજાર જેટલી થાય છે. જે ઈનાલી ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ બહેનોને કૃત્રિમ હાથ કેમ્પમા વિનામુલ્યે લગાવી આપવામાં આવ્યા હતા, જ્યારે રોટરી ક્લબ-વઢવાણ સીટી દ્વારા કુત્રિમ હાથના લાભાર્થીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Next Story