સુરેન્દ્રનગર : ચુડાના ભૃગપુર ગામે સ્વાતંત્ર્ય સેનાનીની પુણ્ય સ્મૃતિમાં તકતીનું અનાવરણ કરાયું...

સુરેન્દ્રનગર : ચુડાના ભૃગપુર ગામે સ્વાતંત્ર્ય સેનાનીની પુણ્ય સ્મૃતિમાં તકતીનું અનાવરણ કરાયું...
New Update

આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા માટે તારીખ ૯થી ૩૧ ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં 'મારી માટી, મારો દેશ” અને “માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભૃગુપુર ગામે સ્વાતંત્ર્ય સેનાની મણીલાલ કોઠારીની પુણ્ય સ્મૃતિમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને જિલ્લા કલેકટર કે.સી.સંપત સહિતના મહાનુભાવોના હસ્તે કલાત્મક તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ મિલેટ્સ વર્ષની ઉજવણી સંદર્ભે ગ્રામજનો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને મિલેટ્સની ટોપલી અર્પણ કરી આવકારવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રાકૃતિક ખેતીના સમર્થકનું તેમજ સ્વાતંત્ર્ય સેનાની મણીલાલ કોઠારીના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યુ હતું આ કાર્યક્રમ દરમિયાન અમૃતવન ખાતે શીલા ફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત કળશમાં માટી ભરી મહાનુભાવો દ્વારા ગામના સરપંચ તથા તલાટીને અર્પણ કરી પંચ પ્રાણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ સાથે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા તેમજ અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Surendranagar #Chuda #unveiled #freedom fighter #Bhrigpur village #memory #plaque
Here are a few more articles:
Read the Next Article