Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: કૂડા રણમાં કાર્ડ વિના પ્રવેશતા અગરિયાઓને રોકાતા ફોરેસ્ટ વિભાગ સાથે ઘર્ષણથી દોડધામ

કૂડા રણમાં ટ્રેક્ટરમાં સરસામાન સાથે રણમાં મીઠું પકવવા જતા 200 જેટલા અગરિયાઓને એસઆરપી દ્વારા અટકાવાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

X

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના કૂડા રણમાં ટ્રેક્ટરમાં સરસામાન સાથે રણમાં મીઠું પકવવા જતા 200 જેટલા અગરિયાઓને એસઆરપી દ્વારા અટકાવાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

દેશનું 70 % મીઠું પકવતો ગુજરાતનો ગૌરવસમો મીઠા ઉદ્યોગ પતનના આરે હોવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે. રણમાં મીઠું પકવતા અગરકાર્ડ સિવાયના અગરિયાઓને પરિવારોને ન પ્રવેશવા દેવા આર્મી ખડકાતા 4,000 અગરિયા પરિવારો લડાયક મૂડમાં આવ્યા છે. એકબાજુ પાટડીમાં કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય અગરિયાઓને રણમાં જવાની હૈયાધારણા આપી છે, તો બીજી બાજુ અભયારણ્ય વિભાગે હળવદ રણમાં ગેરકાયદેસર પ્રવેશ અટકાવવા એસઆરપી ખડકી દિધી છે. આગામી 15-20 દિવસમાં અગરિયાઓ રણમાં મીઠું પકવવા જવાના છે ત્યારે વનવિભાગ અને અગરિયાઓ વચ્ચે ઘર્ષણ થવાની શક્યતાઓ ઉભી થઇ છે ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના કૂડા રણમાં ટ્રેક્ટરમાં સરસામાન સાથે રણમાં મીઠું પકવવા જતા 200 જેટલા અગરિયાઓને એસઆરપીના જવાનો દ્વારા ચેકપોસ્ટ પર અગર કાર્ડ વગર જતા અટકાવાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલમાં જેની પાસે જેની પાસે વનવિભાગનું અગર કાર્ડ હોય અને જે વનવિભાગના નિયમોનું પાલન કરશે એમણે જ રણમાં જવા મળશે એવો કડક આદેશ ઘુડખર અભ્યારણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. હાલમાં વનવિભાગની ટીમ પણ કુડા રણના ચેક પોસ્ટ પોઇન્ટ પર પહોંચી છે, હાલ ત્યાં અજંપાભર્યા તનાવનો માહોલ છે.

Next Story