Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓ સાથે રૂ. 39.91 લાખની છેતરપિંડી આચરનાર 2 શખ્શોની અટકાયત..!

સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓ સાથે છેતરપિંડી, અંદાજે રૂપિયા 39.91 લાખની છેતરપીંડી હાલ બહાર આવી.

X

સુરેન્દ્રનગર જિલ્લાની જોરાવરનગર પોલીસે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારા પરીક્ષાર્થીઓ સાથે રૂપિયા 39.91 લાખની છેતરપીંડી આચરનાર 2 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી સ્કોલરશીપનું કૌંભાંડ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં ધોરણ-10 અને 12ની પરીક્ષા પાસ કરેલા 195 વિદ્યાર્થીઓના નામે સમાજ કલ્યાણ ખાતામાંથી મળતી સ્કોલરશીપની 3 ઈસમોએ રૂ. 39 લાખની ઉચાપત કરી લીધી હતી. જેમાં વિદ્યાર્થીઓ પાસેથી માર્કશીટ, ફોટો અને બેન્ક પાસબુકની ઝેરોક્ષ સહિતની વસ્તુઓ મેળવી લઈ અને સમાજ કલ્યાણ ખાતામાંથી મળતી વિદ્યાર્થી દીઠ રૂ. 20 હજારની સ્કોલરશીપની ઉચાપત કરવામાં આવી હતી, ત્યારે જોરાવરનગર પોલીસે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારા પરીક્ષાર્થીઓ સાથે રૂપિયા 39.91 લાખની છેતરપીંડી આચરનાર શૈલેષ રથવી અને શુભમ રાઠોડ નામના શખ્સની અટકાયત કરી છે.

આ બન્ને શખ્સો દ્વારા પરીક્ષાર્થી દીઠ સરકાર દ્વારા રૂપિયા 20 હજારની સ્કોલરશીપ મળતી હોવાનું જણાવી લાલચ આપી ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરી સ્કોલરશીપ મેળવતા હતા. જેમાં દરેક પરીક્ષાર્થી દીઠ રૂપિયા 20 હજાર પૈકી 50% રકમ પોતે રાખી લઈ લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની સનસનીખેજ વિગતો સામે આવી હતી. રાજ્યવ્યાપી કૌંભાડમાં સરકારી બનાવટી સિક્કાઓ અને વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ સહિતની વસ્તુઓનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે.

વધુમાં આ ચકચારી કેસમાં સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓની સંડોવણી હોવાની શંકાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, ત્યારે હાલ તો જોરાવરનગર પોલીસે 2 શખ્શોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story