Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : ઝીંઝુવાડા PSI સહિત 2 પોલીસ જવાન પર આરોપી અને ટોળાનો ઘાતક હુમલો..!

ઝીંઝુવાડા પીએસઆઇ સહિત બે પોલીસ જવાન પર આરોપી સહીતના ટોળાનો ઘાતક હુમલાની ઘટનાથી પોલીસ બેડામાં હડકમ્પ મચી જવા પામ્યો હતો.

X

સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા પીએસઆઇ સહિત બે પોલીસ જવાન પર આરોપી સહીતના ટોળાનો ઘાતક હુમલાની ઘટનાથી પોલીસ બેડામાં હડકમ્પ મચી જવા પામ્યો હતો.

મળતી માહિતી અનુસાર, પાટણના સમી પોલીસ મથકના પ્રોહીબીશનના આરોપી જાલમસિંહ ઝાલાને ખાનગી ડ્રેસમાં પકડવા માટે સુરેન્દ્રનગર પોલીસ કાફલો રવાના થયો હતો, જ્યાં પાટડી જૈનાબાદ રોડ પરથી આ વોન્ટેડ આરોપીને ઝબ્બે કરી ઝીંઝુવાડા પોલીસ મથકે લઈને આવી રહ્યા હતા, ત્યારે ઝીંઝુવાડા ગામમાં પ્રવેશતા જ લોકોના ટોળાએ પીએસઆઇ કે.વી.ડાંગર પર છરી સહિતના સાધનો વડે ઘાતક હુમલો કરતા પીએસઆઇ સહીત અન્ય 2 પોલીસ કોન્સ્ટેબલને પણ ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા. જે બાદ ઝીંઝુવાડા પીએસઆઇ કે.વી.ડાંગરની હાલત નાજુક જણાતા વધુ સારવાર અર્થે અમદાવાદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે પ્રોહીબીશનના આરોપી જાલમસિંહ ઝાલા અને જયપાલસિંહ કાર લઈને નાસી છૂટવામાં સફળ થયા હતા. જે બાદ ઝીંઝુવાડા પીએસઆઇ કે.વી.ડાંગરની ઝીંઝુવાડાથી ધ્રાંગધ્રા dysp કચેરીમાં રીડર ટુ તરીકે બદલી કરવામાં આવી હતી, જ્યારે આ ઘટનાના પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પંડ્યા, ડીવાયએસપી જે.ડી.પુરોહિત સહીત એલસીબી, એસસોજી સહીત પાટડી, દસાડા અને બજાણા પીએસઆઇ સહિતનો પોલીસ કાફલો ઝીંઝુવાડા ગામે દોડી જતા ઝીંઝુવાડા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.

Next Story