સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં ક્લબ-7ના સભ્યોએ સ્વિમિંગ પુલમાં યોગ કરીને યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.
આજે તા. 21મી જૂન એટલે વિશ્વ યોગ દિવસ, ત્યારે વિશ્વ અને દેશમાં યોગ દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા યોજાયેલ યોગના કાર્યક્રમમાં લોકો પણ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે, ત્યારે કેટલાક કઈક અલગ રીતે યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં ક્લબ-7ના 40 જેટલા સભ્યોએ સ્વિમિંગ પુલમાં યોગ કરીને યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. સ્વિમિંગના કોચિંગ ક્લાસીસમાં દરરોજ 10 મિનિટ માટે યોગની તાલીમ આપવામાં આવે છે, ત્યારે સ્વિમિંગ કરવા આવતા ભાઈઓ અને બાળકોએ સ્વિમિંગ પુલના પાણીમાં વિવિધ યોગના આસનો કરીને યોગ દિવસની વિશેષ ઉજવણી કરી હતી.