સુરેન્દ્રનગર: અંજનશલાકા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કર્ણાટક રાજ્યના રાજ્યપાલ થાવરચંદ ગહલોત વિશેષ ઉપસ્થિત રહ્યા

નાગેશ્વર ધામ, પાનવા ખાતે અંજનશલાકા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કર્ણાટક રાજ્યના રાજ્યપાલ થાવરચંદજી ગહલોત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

New Update
સુરેન્દ્રનગર: અંજનશલાકા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કર્ણાટક રાજ્યના રાજ્યપાલ થાવરચંદ ગહલોત વિશેષ ઉપસ્થિત રહ્યા

સુરેન્દ્રનગરના નાગેશ્વર ધામ, પાનવા ખાતે અંજનશલાકા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કર્ણાટક રાજ્યના રાજ્યપાલ થાવરચંદજી ગહલોત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

સુરેન્દ્રનગરના નાગેશ્વર ધામ, પાનવા ખાતે અંજનશલાકા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કર્ણાટક રાજ્યના રાજ્યપાલ થાવરચંદજી ગહલોત સહભાગી બન્યા હતા.આ પ્રસંગે રાજ્યપાલ થાવરચંદજી ગહલોતે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આજે આ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બનીને ધન્યતા અનુભવી રહ્યો છું. અગાઉ જ્યારે હું મુલાકાતે આવ્યો એના કરતાં આજે અહીંયા ઘણું પરિવર્તન આવ્યું છે અને આજે આ જગ્યા વિશાળ તીર્થસ્થાન બનીને ઉભરી છે, જે જોઈને આનંદની અનુભૂતિ થાય છે. ધર્મ પરંપરા ધર્મગુરુથી આગળ વધે છે. ધર્મ મનુષ્યજીવનના ધાર્મિક, સામાજિક અને આધ્યાત્મિક પાસાઓને પ્રભાવિત કરે છે. ભારતીય પરંપરામાં તપસ્યાના મહત્વ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે તપ એ જીવનની જ્યોતિ છે. તપસ્યા મનને શુદ્ધ અને આત્માને ઉજ્જવળ બનાવે છે.ઉલ્લેખનીય છે કે, ત્રૈલોક્ય શાશ્વત મહાતીર્થ શ્રી શંખેશ્વર નજીક વઢિયાર અને ઝાલાવાડ પ્રદેશની સરહદે આવેલા પાનવા ગામે પ.પુ. રાષ્ટ્રસંત આચાર્ય દેવેશ શ્રીમદ વિજય લેખેન્દ્રસુરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં ૧૦૦૮ શ્રી પાર્શ્વ જીન મંદિર અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવનું તા. ૨૫ થી ૩૧ જાન્યુઆરી સુધી આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે આચાર્ય દેવેશ શ્રીમદ વિજય લેખેન્દ્રસુરીશ્વરજી મહારાજે ઉપસ્થિત સર્વેને આશીર્વચન પાઠવ્યા હતાં. આ પ્રસંગે દસાડા ધારાસભ્ય પી.કે.પરમાર, ગઢડા ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.ગીરીશ પંડ્યા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories