/connect-gujarat/media/post_banners/b6a07aa9e8751a5fe46b723daa6737875b9e89008cc6b2e394f123e5b00815ee.jpg)
ઝાલાવાડ અને મોરબી જિલ્લામાં સૌ પ્રથમ હળવદના ખેડૂતે મધની ખેતીમાં ત્રણ હજાર કિલો મધનું વિક્રમજનક ઉત્પાદન સાથે રૂ. 15 લાખની કમાણી કરી અન્ય ખેડૂતોને અનોખી રાહ ચીંધ્યો છે ત્યારે જાપાનની ટીમ આ ખેડૂતની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા આવી
ઝાલાવાડ અને મોરબી જિલ્લામાં સૌ પ્રથમ હળવદના પ્રગતિશીલ ખેડૂતે કોઠાસૂઝથી કુદરતી સંકેતને સાકાર કરી મધની ખેતીમાં ત્રણ હઝાર કિલો મધનું વિક્રમજનક ઉત્પાદન કર્યુ છે. ખેડૂતે જિલ્લાભરમાં સૌ પ્રથમ મધમાખી ઉછેર માટેની નવી પધ્ધતિ અપનાવી ખેતરમાં 140 જેટલી મધમાખીઓની પેટીઓ મૂકી વર્ષના અંતે ત્રણ હજાર કિલો જેટલું શુદ્ધ મધનું ઉત્પાદન કરીને તેને જુદા જુદા પાંચ પ્રકારના મધ ફલેવરની પ્રોડક્ટને બજારમાં લોન્ચ કરી આત્મનિર્ભર બની અન્ય ખેડૂતો માટે નવો રાહ ચીંધ્યો છે.હાલના યુગમા મિલાવટવાળા મધ આવતા હોવાથી કુદરતી અને શુદ્ધ મધ કેવી રીતે મળે એ વિચાર કમલેશભાઈને વારંવાર આવતા હતા.
તેઓ પોતાના ખેતરમા મધમાખીના ઉછેર બાદ શુદ્ધ અને ગુણકારી મધની ખેતી તરફ પ્રયાણ શરૂ કર્યું હતુ.જેમાં મધમાખીઓ એકઠી કરીને અંદાજીત એક વર્ષમાં ચાર હજાર કિલો મધ એકઠું કરવામાં સફળતા મેળવી હતી. હાલ વાર્ષિક ટર્નઓવર પંદર લાખ રૂપિયા જેટલું થાય છે. ત્યારે ખરેખર સમગ્ર જિલ્લામાં મધની ખેતીનો નવતર પ્રયોગ હાથ ધરી ખેતીમાં નવો રાહ ચીધ્યો છે. ખેતીમાં નવો અભિગમ અપનાવનારા પ્રગતિશીલ ખેડૂત કમલેશભાઈને રાજ્ય સરકાર દ્વારા પ્રોતસાહિત કરવા લોક માંગ ઉઠી છે.
હળવદના પ્રગતિશીલ ખેડૂત કમલેશ પટેલની મધની ખેતીથી પ્રભાવિત થઇને જાપાનની ટીમ આ ખેડૂતની સ્ટોરી બનાવવા હળવદ આવી હતી. અને બેથી ત્રણ દિવસ અદ્યતન કેમેરા સાથે મધમાખીઓ સામે રક્ષણ માટેના સાધનો સાથે સજ્જ બની મેરોથોન શૂટીંગ કર્યું હતુ. આ ડોક્યુમેન્ટરી ફિલ્મ ટૂંક સમયમાં રીલીઝ થશે.