Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: લુપ્ત થતી ખિસકોલી પ્રજાતીને બચાવવાનો પ્રયાસ,યુવકે સ્વખર્ચે બનાવ્યું ખિસકોલી ઘર

સુરેન્દ્રનગરમાં લુપ્ત થતી ખિસકોલી પ્રજાતીને બચાવવાનો પ્રયાસ યુવાન દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં યુવાન દ્વારા સ્વખર્ચે ખિસકોલી ઘર બનાવવામાં આવ્યું છે.

X

સુરેન્દ્રનગરમાં લુપ્ત થતી ખિસકોલી પ્રજાતીને બચાવવાનો પ્રયાસ યુવાન દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં યુવાન દ્વારા સ્વખર્ચે ખિસકોલી ઘર બનાવવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર શહેરમાં ખિસકોલી પ્રજાતિ ધીમે ધીમે લુપ્ત થતી જઈ રહી છે ત્યારે આવી લુપ્ત થતી ખિસકોલીની પ્રજાતિઓને બચાવી લેવા માટે સુરેન્દ્રનગરના યુવક નેત્ર સતાણી નામના યુવકે સ્વેચ્છિક રીતે ખિસકોલી બચાવો અભિયાન શરૂ કર્યું છે.ખાસ કરીને આ યુવક દ્વારા રસ્તે રજડતી મળી આવેલી ખિસકોલીઓને રેસક્યુ કરી અને તેની સાર સંભાળ રાખવામાં આવી રહી છે આ યુવકે ખિસકોલીઓના પાલન પોષણ માટે ખિસકોલી ઘર પણ બનાવવામાં આવ્યું છે.હાલમાં ખિસકોલીની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે.આવનારી પેઢીઓ ખિસકોલી જેવા નાના જીવને પણ ઓળખી શકે તેવા પ્રયાસો સુરેન્દ્રનગરના યુવક દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.હાલમાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં રસ્તે રજડતી ઇજાગ્રસ્ત થયેલી અથવા ગરમીમાં આવી ગયેલી ખિસકોલીઓની આ યુવકને જાણ થતા યુવક ત્યાંથી આવી ખિસકોલીઓ લઈ જાય છે અને તેની સાર સાંભળ અને જરૂરી સારવાર કરી અને તેનું પાલનપોષણ કરવામાં આવી રહ્યું છે.આ યુવક પોતે ગેરેજનું કામ કરી પોતાનું જીવન ધોરણ ચલાવે છે.ખિસકોલીને પણ પોતાના પરિવારના સભ્યોની જેમ રાખી અને તેમનું પાલનપોષણ યુવક દ્વારા કરવામાં આવી રહ્યું છે.ખિસકોલીઓ માટે રોજ દૂધની વ્યવસ્થા તેમજ સિંગદાણા સહિતની ખિસકોલીના પાલનપોષણ માટે યુવક દ્વારા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.આ યુવકનો ખિસકોલી પ્રેમ જોઈ આજુબાજુના ગ્રામીણ વિસ્તારના લોકો પણ આ યુવકની મુલાકાતે આવી રહ્યા છે

Next Story