New Update
/connect-gujarat/media/post_banners/40faab1ddd98a589990d08dc149a4d139ef1c63fbfc18eb85c8adb0bfb10f44c.webp)
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસે ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસે ચોકી ગામના ભોગાવો નદીના કાંઠેથી ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
જેમાં ૧૧૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો, ૧૦૦ લીટર દેશી દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે, આ પ્રવૃત્તિમાં સંકડાયેલા 2 શખ્સોને પોલીસે વોંટેડ જાહેર કરી બન્નેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
Latest Stories