સુરેન્દ્રનગર: દોઢ વર્ષની મૃત બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનો પરિવારજનોનો આક્ષેપ, જુઓ શું છે સમગ્ર મામલો

થાનગઢ શહેરી વિસ્તારમાં રહેતા પરિવારની દોઢ વર્ષની મૃત બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ પરિવારજનોએ કરતા ચકચાર મચી છે.

New Update
સુરેન્દ્રનગર: દોઢ વર્ષની મૃત બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનો પરિવારજનોનો આક્ષેપ, જુઓ શું છે સમગ્ર મામલો

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ શહેરી વિસ્તારમાં રહેતા પરિવારની દોઢ વર્ષની મૃત બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ પરિવારજનોએ કરતા ચકચાર મચી છે. બાળકીનું મૃત્યુ થતાં દફનવિધી બાદ બાળકીનો મૃતદેહ અસ્ત વ્યસ્ત હાલતમાં મળી આવ્યો હતો.

સુરેન્દ્રનગરના થાનગઢ શહેરી વિસ્તારમાં રહેતા પરિવારની દોઢ વર્ષની મૃત બાળકી સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો હતો. દફન કરેલી મૃત બાળકીના મૃતદેહને થાન હોસ્પિટલ ખાતે લાવતા બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. જેને લઈ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. બાદમાં બાળકીના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે હાલ રાજકોટ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. થાનગઢની દોઢ વર્ષની બાળકીને જન્મથી હ્રદયમાં કાણુ હોય તારીખ 25 ફેબ્રુઆરીના રોજ સારવાર અર્થે થાન સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. ત્યારે બાળકીનું મૃત્યુ થતાં દફનવિધી કરવામાં આવી હતી જે બાદ બાળકીનો મૃતદેહ અસ્ત વ્યસ્ત હાલતમાં મળી આવતા પરિવારજનોએ પોલીસ અને થાન સરકારી હોસ્પિટલને જાણ કરી હતી. તેમજ પરિવારજનોએ બાળકી સાથે દૂષ્કર્મ થયું હોવાનો આક્ષેપ કર્યો છે. પરિવારજનોએ મૃત બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે અને પોલીસ બેડામાં પણ હડકંપ મચ્યો છે.

Read the Next Article

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરાયો

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા. ભગવાન સોમનાથ મહાદેવને

New Update
vlcsnap-2025-08-11-19h51m22s297

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા.

ભગવાન સોમનાથ મહાદેવને આજે ખાસ શ્રાવણી સોમવારને દિવસે વિશેષ ચંદન શૃંગાર કરવામાં આવેલો હતો. 

ચંદન શિતળતા પ્રદાન કરનનારૂ માનવામાં આવે છે, જેથી મહાદેવ વિશ્વ શાંતિ અને કલ્યાણના ભાવ સાથે આ ખાસ શૃંગાર પૂજારી વૃંદ દ્વારા તૈયાર કરવામાં આવેલ. સાથે જ વિવિધ પૂષ્પો ગુલાબ ગલગોટા મોગરા સહિતના ફુલો અને ફુલહારોનો ઉપયોગ કરવામાં આવેલ હતો. આજરોજ 45 ધ્વજાપૂજન તેમજ 62 સોમેશ્વર મહાપૂજન, 715 રૂદ્રાભિષેક પૂજા-પાઠ કરવામાં આવ્યો હતો.  જેનો લાભ લઇ ભક્તો ધન્ય બન્યા હતા.

Latest Stories