સુરેન્દ્રનગર : બંદૂક સહિતના તીક્ષ્ણ હથિયારો સાથે ડફેર ગેંગના 6 શખ્સોની પોલીસે કરી ધરપકડ...

ભોયકા ગામની સીમમાં ધાડ પાડે તે પહેલાં જ LCB અને SOG પોલીસે ડફેર ગેંગના 6 શખ્શોને દબોચી લીધા

New Update
સુરેન્દ્રનગર : બંદૂક સહિતના તીક્ષ્ણ હથિયારો સાથે ડફેર ગેંગના 6 શખ્સોની પોલીસે કરી ધરપકડ...

LCB અને SOG પોલીસને મળી મોટી સફળતા

ડફેર ગેંગના 6 શખ્સોની કરવામાં આવી ધરપકડ

બંદૂક સહિતના તીક્ષ્ણ હથિયારો પોલીસે જપ્ત કર્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં અસામાજીક પ્રવૃત્તિઓ બેફામ વધી રહી છે, ત્યારે LCB અને SOG પોલીસે ડફેર ગેંગના 6 શખ્સોને બંદૂક સહિતના તીક્ષ્ણ હથિયાર સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભોયકા ગામની સીમમાં ધાડ પાડે તે પહેલાં જ LCB અને SOG પોલીસે ડફેર ગેંગના 6 શખ્શોને દબોચી લીધા છે. આ શખ્સો પાસેથી બંદૂક સહિતના તીક્ષ્ણ હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે.

જેમાં 2 બંદૂક, 4 છરા, બંદૂકનો દારૂ ગોળો અને 2 બાઈક સહિત પોલીસે કુલ રૂપિયા 85 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. લીંબડી તાલુકાના 5 અને અમદાવાદ જીલ્લાના 1 આરોપીઓ સહિત ડફેર ગેંગના 6 શખ્શો વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલ તમામ શખ્સો વિરૂદ્ધ અમદાવાદ, ધોલેરા, લીંબડી, ધંધુકા સહિત અનેક પોલીસ મથકોમાં લૂંટ, ધાડ, છેતરપીંડી, ગેરકાયદેસર હથિયાર સહિતના અનેક ગુન્હાઓ નોંધાયેલા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Latest Stories