/connect-gujarat/media/post_banners/dab35b5967c9bfd31b694bdb469fc26d23ad412975ce6671c57d9a2c24592309.webp)
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના નાના હરણીયા ગામની સીમમાંથી પોલીસે જુગારધામ ઝડપી પાડ્યુ હતું. નાના હરણીયા ગામની સીમમાં વનરાજ અમરાભાઇ ખાચરની વાડીમાં ચાલતા ગુડદી પાસાના જુગારધામ પર પોલીસે રેડ પાડી હતી અને જુગાર રમતી 1 મહિલા સહિત 20 શખ્શોને ઝડપી પાડયા હતા, જ્યારે અન્ય ૯ શખ્સો નાસી છુટ્યા હતા. પોલીસે સ્થળ પર રોકડ રૂપિયા ૭.૧૮ લાખ, ૦૨ કાર અને ૦૨ બાઇક સહીત કુલ રૂપિયા રૂ. ૧.૮૮ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલ શખ્શો ગુડદી પાસાનો જુગાર રમવા રાજકોટ, કચ્છ, મોરબી, જામનગર, રાપરથી નાના હરણીયા ગામ આવ્યા હોવાનુ બહાર આવ્યું હતું. જ્યારે જુગારધામનો સંચાલક વનરાજ અમરાભાઇ ખાચર ફરાર થઈ ગયો હતો.