ગેરકાયદે વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે ખાસ ઝુંબેશ
પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરી દૂષણ વિરોધી ઝુંબેશ
લીંબડી પોલીસ ડિવિઝન હેઠળના ગામોમાં રેલી યોજાય
સૂત્રોચ્ચાર સહિતના બેનરો સાથે પોલીસે રેલી યોજી
વ્યાજખોરી દૂષણ વિરોધી રેલીમાં સૌકોઈ ઉપસ્થિત રહ્યા
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરી દૂષણ વિરોધી ઝુંબેશના ભાગરૂપે લીંબડી પોલીસ ડિવિઝન હેઠળ આવતા ગામોમાં વ્યાજખોરી દૂષણ વિરોધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
વ્યાજખોરોની ચુંગલમાં ફસાઈને આર્થિક રીતે પાયમાલ થઈ જવાના કિસ્સાઓ પર અંકુશ મેળવવા અને લોકોમાં જાગૃતિ કેળવવાના ઉમદા આશય સાથે ગુજરાતભરમાં પોલીસ વિભાગ દ્વારા લોકદરબાર યોજી ગેરકાયદે વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા પણ વ્યાજખોરી દૂષણ વિરોધી ઝુંબેશના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
લીંબડી પોલીસ ડિવિઝન હેઠળ આવતા ગામોમાં વ્યાજખોરી દૂષણ વિરોધી ઝુંબેશના ભાગરૂપે શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજાય હતી. શહેરના જૂના જકાત નાકા રોડથી ગ્રીન ચોક સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં “વ્યાજખોરી બંધ કરો, વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવો” સહિતના વિવિધ બેનરો સાથે લીંબડી ડીવાયએસપી, પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ, હોમગાર્ડ જવાનો સહિત વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ, વેપારીઓ, આગેવાનો અને સામાજિક સંસ્થાના આગેવાનો રેલીમાં જોડાયા હતા.