સુરેન્દ્રનગર: તરણેતરના મેળાને લઈ તૈયારીઓ શરૂ,કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાય બેઠક

તારીખ 18 થી 21 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા તરણેતરના મેળાને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જે અંતર્ગત કલેકટરને અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી

New Update
સુરેન્દ્રનગર: તરણેતરના મેળાને લઈ તૈયારીઓ શરૂ,કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાય બેઠક

સુરેન્દ્રનગરમાં તારીખ 18 થી 21 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા તરણેતરના મેળાને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જે અંતર્ગત કલેકટરને અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી

સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ તાલુકાનાં તરણેતર ગામે યોજાતો વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ મેળો આ વર્ષે આગામી તા.18 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર 2023 સુધી યોજાશે. આ મેળાનાં સૂચારૂ આયોજન સંદર્ભે તરણેતર ખાતે જિલ્લા કલેકટર કે.સી.સંપટના અઘ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેળાના આયોજન સાથે સંબધિત અધિકારીઓ/પદાધિકારીઓ સાથે દરેક મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરતા કલેકટરે આ ભાતીગળ મેળો પોતાની ઓળખ સાચવે એ દિશામાં પ્રયત્ન કરવા અને લોકો ખરા અર્થમાં મેળો માણે એ રીતે યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા વિસ્તૃત માર્ગદર્શન સુચના આપ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મેળામાં ઉપસ્થિત રહેનારા મંત્રીઓની મુલાકાતને ધ્યાનમાં લઈને કલેક્ટરે આયોજન સંબંધી વિગતવાર ચર્ચા-વિચારણા કરી હતી. મેળામાં આ વખતે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સી.સી.ટી.વી., ડ્રોન કેમેરા, વોચટાવર અને પાર્કિંગમાં પણ લાઈટની વ્યવસ્થા ગોઠવી કન્ટ્રોલરૂમનાં માધ્યમથી સમગ્ર મેળા પર ચાંપતી નજર રાખવામાં આવશે