સુરેન્દ્રનગર : તરણેતરના લોકમેળાની તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ, 18 સપ્ટેમ્બરથી ભાતીગળ મેળો ખુલ્લો મુકાશે...

થાનગઢ તાલુકામાં આવેલ તરણેતર ગામ મુખ્યત્વે તેના તરણેતર મેળાથી વધારે પ્રખ્યાત છે. જે અહીં આવેલા પ્રસિદ્ધ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદીર ખાતે ભરાય છે

સુરેન્દ્રનગર : તરણેતરના લોકમેળાની તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ, 18 સપ્ટેમ્બરથી ભાતીગળ મેળો ખુલ્લો મુકાશે...
New Update

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. 18 સપ્ટેમ્બરથી વિશ્વ વિખ્યાત તરણેતરના મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા ત્રિદિવસીય ભાતીગળ લોકમેળાના ભવ્ય આયોજન માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલ તરણેતર ગામ મુખ્યત્વે તેના તરણેતર મેળાથી વધારે પ્રખ્યાત છે. જે અહીં આવેલા પ્રસિદ્ધ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદીર ખાતે ભરાય છે, ત્યારે આગામી તા. 18 સપ્ટેમ્બરથી વિશ્વ વિખ્યાત તરણેતરના મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.

તેવામાં વહીવટી તંત્ર દ્વારા ત્રિદિવસીય ભાતીગળ લોકમેળાના ભવ્ય આયોજન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અહીના ભાતીગળ લોકમેળામાં દેશભરના સહિત વિદેશી પર્યટકો પણ મહેમાન બનતા હોય છે. આ લોકમેળામાં ગ્રામીણ ઓલમ્પિક, રાસ-ગરબા, પશુમેળો, પૌરાણિક હરિફાઈઓ અને ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જોકે, 3 દિવસ માટે કુંડમાં ગંગાજીનું અવતરણ થતું હોવાની માન્યતાના પગલે અવસાન પામેલા લોકોના અસ્થિ પણ વિસર્જન કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે.

#Surendranagar #થાનગઢ #Surendranagar Samachar #ભાતીગળ મેળો #તરણેતરનો મેળો #Tannetar Lok Melo #તરણેતર ગામ
Here are a few more articles:
Read the Next Article