સુરેન્દ્રનગર : રૂ. 3.80 કરોડની કિંમતની ચાંદી-ઈમિટેશન જ્વેલરીની લૂંટથી ચકચાર, પોલીસે કરી નાકાબંધી...

અંદાજિત 3.80 કરોડની કિંમતની ચાંદીની તેમજ ઈમિટેશન જ્વેલરીની લૂંટ ચલાવવા મામલે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

New Update
સુરેન્દ્રનગર : રૂ. 3.80 કરોડની કિંમતની ચાંદી-ઈમિટેશન જ્વેલરીની લૂંટથી ચકચાર, પોલીસે કરી નાકાબંધી...

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નજીક કારમાં આવેલા લૂંટારાઓએ અંદાજિત 3.80 કરોડની કિંમતની ચાંદીની તેમજ ઈમિટેશન જ્વેલરીની લૂંટ ચલાવી હતી, ત્યારે લૂંટાના બનાવના પગલે રાજકોટ રેન્જ આઇજીની સૂચના મુજબ SPના સુપરવિઝન હેઠળ પોલીસની અલગ-અલગ 15થી વધુ ટીમો બનાવી નાકાબંધી સાથે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજકોટ-અમદાવાદ હાઇવે પર સાયલા નજીક લૂંટની ઘટના સામે આવી છે. કીમતી મુદ્દામાલ ભરેલા વાહનને આંતરી 3 કારમાં આવેલા લૂંટારાઓએ અંદાજે 1400 કિલો ચાંદીની તેમજ ઈમિટેશન જ્વેલરીની લૂંટ ચલાવી હતી. આ ઘટનાને પગલે રાજકોટ રેન્જ આઇજીની સૂચના મુજબ SPના સુપરવિઝન હેઠળ અલગ-અલગ 15થી 17 ટીમ બનાવી નાકાબંધી કરવામાં આવી છે. જેમાં અંદાજિત 3.80 કરોડની કિંમતની ચાંદીની તેમજ ઈમિટેશન જ્વેલરીની લૂંટ ચલાવવા મામલે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

સુરેન્દ્રનગરના સાયલા હાઇવે પર રૂ. 3 કરોડ 88 લાખની ચાંદી અને ઇમિટેશન જ્વેલરીની લૂંટની ઘટનાથી ચકચાર મચી છે. આ ઘટનાને પગલે રાજકોટ રેન્જ આઇ.જી.અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસવડા હરેશ દૂધાત, એલસીબી અને એસઓજી પીઆઇ સહિત રાજકોટ રેન્જ આઇજીની 15થી 17 ટીમ દ્વારા નાકાબંધી કરવાની સાથે 3 ગાડીમાં આવેલા લૂંટારાઓને ઝબ્બે કરવાની તજવીજ હાથ ધરાઇ છે. આ લૂંટની ઘટનાથી સમગ્ર સાયલા હાઇવે પોલીસ-છાવણીમાં છવાઈ ગયો હતો.

Latest Stories