Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: હાઇવે પરથી પસાર થઈ રહેલ ચાલુ ટેમ્પામાંથી રૂ. 1 કરોડથી વધુના મોબાઈલ અને ઇલેક્ટ્રીક સમાનની ચોરી

X

સુરેન્દ્રનગર નજીક નેશનલ હાઈવેનો બનાવ

ચાલુ ટેમ્પામાંથી થઈ ચોરી

રૂ.1 કરોડથી વધુના માલમત્તાની ચોરી

પોલીસે શરૂ કરી તપાસ

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં હાઇવે પર અગાઉ તાડપત્રી ગેંગનો ત્રાસ હતો જે ચાલુ ટ્રકમાં તાડપત્રી કાપી સામાનની ચોરી કરતી હતી. આ ગેંગના મોટાભાગના સાગરીતો હાલ જેલના સળીયા ગણી રહ્યાં છે ત્યારે ફરી એકવાર લીંબડી નેશનલ હાઇવે પર ચાલુ આઇશર ટ્રકમાંથી ચોરી થતાં ચકચાર મચી ગઇ છે.

અમદાવાદથી ખાનગી કંપનીનો ડ્રાઇવર હબીબ બેલીમ મોબાઇલ, ટેબલેટ, હેડફોન, લેપટોપ, ઘડીયાળ સહીતનો સામાન બંધ બોડીની આઇશર ટ્રકમાં ભરી રાજકોટ ડીલિવરી કરવા જઇ રહ્યો હતો તે દરમિયાન લીંબડી નજીક પાછળ આવતા ટ્રકના ચાલકે આઇશરના ચાલક હબીબને લાઇટની ડીપર મારી ટેમ્પો અટકાવી જાણ કરી હતી કે અમુક શખ્સો આઇશરનો પાછળનો દરવાજાનું લોક તોડી સામાનની ચોરી કરી રહ્યાં છે.આથી આઇશરના ચાલક હબીબે આગળ આઇશર અટકાવી તપાસ કરતા આઇશરમાંથી અંદાજે રૂપિયા ૧.૦૭ કરોડના પાર્સલ ગાયબ જોવા મળતા લીંબડી પોલીસને જાણ કરી હતી. લીંબડી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ ચોરી અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં હાઇવે પરના સીસીટીવી ફુટેજ હાથ ધરતાં બે શખ્સો આઇશરમાં જ્યારે એક શખ્સ બાઇક લઇ આઇશરની પાછળની ચાલતો હોવાની ઘટના સીસીટીવીમાં જોવા મળી હતી અને આઇશરનો ચાલકે આઇશર ધીમી કરતા જ ત્રણેય શખ્સો ગણતરીની મિનિટોમાં બાઇક લઇ રફુચક્કર થઇ ગયાં હતાં. સમગ્ર બનાવ અંગે હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે

Next Story