Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: શિક્ષકે દીકરીના લગ્નમાં ચકલીના માળા સ્વરૂપે કંકોત્રી છપાવી, સમાજને નવી રાહ ચીંધી

લુપ્ત થતી ચકલીઓને બચાવવા માળા રૂપે કંકોત્રી બનાવી નવતર પહેલ

X

સુરેન્દ્રનગરના શિક્ષકે પોતાની દીકરીના લગ્નમાં ચકલીના માળા સ્વરૂપે કંકોત્રી છપાવી સમાજને પર્યાવરણ પ્રેમનો અનોખો સંદેશો પાઠવ્યો છે. હાલ લગ્નની સીઝન પુરજોશમાં ચાલી રહી છે અને લોકો લગ્ન પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે તેમજ લગ્નમાં અવનવી અને મોંઘી દાટ કંકોત્રી છપાવી સગા સંબંધીઓને નિમંત્રણ આપવાનો ક્રેઝ વધી રહ્યો છે.

વઢવાણ તાલુકાના ખોલડીયાદ ગામના અને હાલ રતનપર ખાતે રહેતા શિક્ષક મહેશપઢારીયાની દીકરીના લગ્ન આગામી દિવસોમાં યોજાવાના છે ત્યારે શિક્ષક અને લેખક મહેશભાઈને પર્યાવરણને તેમજ લુપ્ત થતી ચકલીઓને બચાવવા એક નવો વિચાર આવ્યો અને પોતાની દીકરી કૃપાલીબાના લગ્નની કંકોત્રી ચકલીના માળા સ્વરૂપે બનાવડાવી સમાજને નવી રાહ ચીંધી છે.

જેમાં અંદાજે 500થી વધુ જાડા પૂઠાની કંકોત્રી રાજકોટ ખાતે બનાવડાવી સગા તેમજ સંબંધીઓને નિમંત્રણ પાઠવવામા આવ્યું છે. હાલ ચકલીઓ લુપ્ત થઇ રહી છે તેમજ ચકલીઓ વૃક્ષ પર માળો બાંધવાને બદલે માણસો વચ્ચે જ રહી માળો બાંધવાનું વધુ પસંદ કરે છે ત્યારે લુપ્ત થતી ચકલીઓને બચાવવા માળા રૂપે કંકોત્રી બનાવી નવતર પહેલ કરી છે. જયારે મહેશભાઈની ચકલી બચાવવાની પહેલને તેમના પરિવારજનો અને સગા સંબધીઓએ પણ બિરદાવી હતી

Next Story