સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રામાં આવેલ 200 વર્ષ જૂના શીતળા માતાના મંદિરે ચૈત્ર વદ સાતમ દિવસે માનવ મહેરામણ ઉમટયુ

ધ્રાંગધ્રાના ફલકુનદીનાં પટમાં ઉપર આવેલ 200 વર્ષે પૂરાણુ ઐતિહાસિક શીતળામાજીનું મંદિર આવ્યુ છે. આ મંદિરે શીતળા સાતમનો ચાર દિવસનો મેળો ભરાય છે.

New Update
સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રામાં આવેલ 200 વર્ષ જૂના શીતળા માતાના મંદિરે ચૈત્ર વદ સાતમ દિવસે માનવ મહેરામણ ઉમટયુ

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના ફલકુનદીનાં પટમાં ઉપર આવેલ 200 વર્ષે પૂરાણુ ઐતિહાસિક શીતળામાજીનું મંદિર આવ્યુ છે. જ્યાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટે છે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના ફલકુનદીનાં પટમાં ઉપર આવેલ 200 વર્ષે પૂરાણુ ઐતિહાસિક શીતળામાજીનું મંદિર આવ્યુ છે. આ મંદિરે શીતળા સાતમનો ચાર દિવસનો મેળો ભરાય છે.

ત્યારે માતાજીનાં દર્શન અને બાધા પૂર્ણ કરવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડે છે. ધ્રાંગધ્રાનાં ફલકુ નદીનાં કાંઠા પર આવેલ શીતળા માતાજીના મંદિરની સ્થાપનાં રાજા અમરસિંહજી બીજાએ સવંત 1872નાં રોજ કરી હતી. આ મંદિરને ધ્રાંગધ્રાનાં પથ્થરોમાંથી બાંધવામાં આવેલ છે. આ શીતળામાતાજીનાં મંદિરમાં શિવજી, હનુમાનજી, ગણપતિદાદા સહિતનાં ભગવાનના મંદિરો આવેલા છે. ત્યારે ભૂકંપ, વાવાઝોડા, ટાઢ, તડકો અને અનેક અતિવૃષ્ટિઓ આવી છે. પણ મંદિર હજુ અડીખમ ઉભુ છે.

Latest Stories