સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં તરણેતરના વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાનો આજથી પ્રારંભ કરવામાં આવશે ત્યારે મોટી સંખ્યામાં રંગરસિયાઓ મેળાની મજા માણવા પહોચશે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલ તરણેતર ગામ મુખ્યત્વે તેના તરણેતર મેળાથી વધારે પ્રખ્યાત છે. જે અહીં આવેલા પ્રસિદ્ધ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદીર ખાતે ભરાય છે. ત્યારે આજે સવારે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી આ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આવતીકાલે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મંત્રીઓ પણ મેળામાં ઉપસ્થિત રહેશે. ચાર દિવસ ચાલનાર આ મેળામાં રાસ ગરબા, હુડો રાસ, છત્રી હરીફાઈ, પશુ હરીફાઈ, ગ્રામીણ ઓલમ્પિકસ આકર્ષણનુ કેન્દ્ર બનશે. ત્યારે આજથી 4 દિવસ યોજનારા આ ભાતીગળ મેળામાં લોકોનું ઘોડાપૂર ઉમટશે.