/connect-gujarat/media/post_banners/1f591630354dd4ed907d31dc55fcd4c8a30b2bb05b67db1bb9f50e3066578f5b.jpg)
સુરેન્દ્રનગર જીલ્લામાં હત્યા, જુથ અથડામણ અને ફાયરીંગ સહિતના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેરના ૮૦ ફૂટ રોડ પર આવેલ વીમલનાથ સોસાયટી પાછળ મોડી રાત્રે એક યુવકની તીક્ષ્ણ હથિયારો વડે હત્યાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી
સુરેન્દ્રનગર શહેરના ૮૦ ફૂટ રોડ આવેલ વિમલનાથ સોસાયટી પાછળ કાચા મકાનમાં પરિવાર સાથે રહેતા મેહબૂબ ઈ મુલતાની લક્ષ્મીપરા વિસ્તારમાં કોઈ પ્રસંગમાં ગયા હતા અને ત્યાં અગાઉ થયેલ ફરિયાદ બાબતનું મનદુઃખ રાખી તે જ વિસ્તારમાં અસામાજીક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ત્રણ શખ્શો દિલીપસિંહ ઝાલા, ચેતનસિંહ ઝાલા અને રવિરાજસિંહ ઝાલા સાથે બોલાચાલી થઈ હતી આથી લોકો એકત્ર થઇ ગયા હતા અને મામલો શાંત પાડ્યો હતો. પરંતુ ત્યારબાદ ત્રણેય શખ્શો મોડી રાત્રે વિમલનાથ સોસાયટી પાછળ મેહબૂબ મુલતાનીના ઘરે ગયા હતા અને ત્યાં ફરી ઉગ્ર બોલાચાલી કરી રોષે ભરાયેલ ત્રણેય શખ્શોએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી મેહબૂબની હત્યા બેરહેમી પુર્વક કરી ફરાર થઈ ગયા હતા.આ અંગેની જાણ યુવકના પરિવરજનોએ પોલીસને કરતા બી. ડિવિઝન પોલીસનો કાફલો તેમજ ડીવાયએસપી એચ.પી.દોશી રાત્રે જ ધટના સ્થળે આવી પહોંચ્યા હતા અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.હાલ પોલીસે ફરાર હત્યારાઓને શોધવા ચક્રોગતિમાન કર્યા છે