સુરેન્દ્રનગર : સી.યુ.શાહ યુનિવર્સિટીના અદ્યતન નવનિર્મિત ભવનનું કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરાના હસ્તે ઉદઘાટન...

New Update
સુરેન્દ્રનગર : સી.યુ.શાહ યુનિવર્સિટીના અદ્યતન નવનિર્મિત ભવનનું કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરાના હસ્તે ઉદઘાટન...

વઢવાણ ખાતે આવેલી છે જિલ્લાની પ્રસિદ્ધ સી.યુ.શાહ યુનિવર્સિટી

Advertisment

યુનિ.ના નવનિર્મિત અદ્યતન ભવનમાં 600થી વધુ બેઠકની ક્ષમતા

નવનિર્મિત ભવનનું કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરાના હસ્તે ઉદઘાટન

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવેલી જિલ્લાની પ્રસિધ્ધ સી.યુ.શાહ યુનિવર્સિટીના અદ્યતન નવનિર્મિત ભવનની તકતીનું અનાવરણ રાજસોભાગ આશ્રમ-સાયલાના નલિન કોઠારીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના નવનિર્મિત અદ્યતન ભવનમાં 600થી વધુ બેઠકની ક્ષમતા સાથે આધુનિક સુવિધા ધરાવતા શ્રીમતિ સદગુણાબેન સી.યુ.શાહ ઓડીટોરીયમને સંસદ સભ્ય અને કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ વર્ષા દોશી,પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે રાજસોભાગ આશ્રમ, સાયલાના ૫રમ પૂજય ભાઈ નલિન કોઠારીના વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞા પંડયા, જી.એલ.એસ. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ સુધીર નાણાવટી, સી.યુ.શાહ યુનિવર્સિટીના પેટ્રોન અને ચીફ મિનલ શાહ, પ્રેસિડેન્ટ ડૉ. જે.જી.સંઘવી, વર્ધમાન ભારતી ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ, યુનિવર્સિટીના વહીવટી કામગીરી માટેના વિવિધ વિભાગો પણ ટુંક સમયમાં આ ભવનમાં જ કાર્યરત થશે. જેના કારણે તમામ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓમાં હર્ષ અને ગૌરવની લાગણી ફેલાય છે.

Advertisment
Latest Stories