સુરેન્દ્રનગર: વિશ્વ પ્રસિદ્ધ હાસ્ય કલાકાર ડો.જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત થયો,વતનમાં ખુશીનો માહોલ

પનોતા પુત્ર અને ઝાલાવાડનુ ગૌરવ એવા વિશ્વ પ્રસિદ્ધ હાસ્ય કલાકાર ડો.જગદીશભાઈ ત્રિવેદીની પણ કળા તેમજ સેવાકીય પ્રવૃતિઓ બદલ પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં છે

New Update
સુરેન્દ્રનગર: વિશ્વ પ્રસિદ્ધ હાસ્ય કલાકાર ડો.જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત થયો,વતનમાં ખુશીનો માહોલ

સુરેન્દ્રનગર જીલ્લાના પનોતા પુત્ર અને ઝાલાવાડનુ ગૌરવ એવા વિશ્વ પ્રસિદ્ધ હાસ્ય કલાકાર ડો.જગદીશભાઈ ત્રિવેદીની પણ કળા તેમજ સેવાકીય પ્રવૃતિઓ બદલ પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં છે

સરકાર દ્વારા તાજેતરમાં ૨૫ જાન્યુઆરીના મોડી સાંજે અલગ અલગ ક્ષેત્રે વિશેષ યોગદાન આપનાર દેશના ૧૧૦ વ્યક્તિઓને અલગ અલગ ક્ષેત્રમાં વિશેષ યોગદાન બદલ પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે જે પૈકી સુરેન્દ્રનગર જીલ્લાના પનોતા પુત્ર અને ઝાલાવાડનુ ગૌરવ એવા વિશ્વ પ્રસિદ્ધ હાસ્ય કલાકાર ડો.જગદીશભાઈ ત્રિવેદીની પણ કળા તેમજ સેવાકીય પ્રવૃતિઓ બદલ પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરી તેમના નામની જાહેરાત કરવામાં આવતા તેમના પરિવારજનો સહિત સમગ્ર ઝાલાવાડમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. જે બદલ ડો.જગદીશભાઈ ત્રિવેદીને રાજકીય આગેવાનો અને હોદ્દેદારોએ સહિત શહેરીજનોએ અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી બદલ ડો.જગદીશભાઈ ત્રિવેદીએ આનંદની લાગણી વ્યક્ત કરી સરકારનો આભાર વ્યક્ત કરી સેવાકિય પ્રવુતિઓ આજીવન શરૂ રાખવાનો સંકલ્પ કર્યો હતો.

Latest Stories