Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનો એક દિવસ લંબાવાયો, વરસાદના કારણે 2 દિવસ બંધ જેવી પરિસ્થિતી....

સુરેન્દ્રનગરમાં યોજાયેલા ચાર દિવસીય તરણેતરના મેળાનો એક દિવસ વરસાદના કારણે વધારવામાં આવ્યો હતો.

X

સુરેન્દ્રનગરમાં યોજાયેલા ચાર દિવસીય તરણેતરના મેળાનો એક દિવસ વરસાદના કારણે વધારવામાં આવ્યો હતો. મેળામાં સ્ટ્રોલ નાખનાર વેપારીઓને નુકસાન ન થાય તે માટે કલેકટર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો મેળો ભાદરવા સુદ ત્રીજ થી પાંચમ સુધી યોજાતો હોય છે. આ વખતે પણ આ રીતે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ રાજ્યમાં ભારે વરસાદની આગાહી ના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડયો હતો ત્યારે તરણેતરના મેળામાં પણ વરસાદ પડતા આ મેળો બંધ જેવી હાલતમાં હતો. ત્યારે મેળામાં સ્ટોલ રાખીને વેપાર કરનાર, ચગડોળ વાળા તેમજ રમકડાના વેપારીઓ તેમજ અન્ય વેપારીઓ જે મેળામાં સ્ટોલ રાખેલ હતા તે લોકોને નુકશાન થાય તેવી પરિસ્થિતિ હતી અને બધા વેપારીઓ દ્વારા તરણેતર ગ્રામપંચાયતને એક દિવસ મેળાને લંબાવાય તે માટે રજુઆત કરતા પંચાયતના સરપંચ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને એક દિવસ મેળાને વધુ ચાલુ રાખવા માટેની મંજુરી માંગી હતી જેને ધ્યાને લઈને જિલ્લા કલેકટર દ્વારા આજે તારીખ 21 9 2023 ને રાતના દસ વાગ્યા સુધી મેળો ચાલુ રાખવા માટેની છૂટ આપી છે વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવાતા સરપંચે તેમજ મેળામાં સ્ટોલ રાખનાર વેપારીઓએ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

Next Story