/connect-gujarat/media/post_banners/864cf9bc93c1b6f7c0813e22b8307bdef100791dc88a34d7a7fbd252d8f4ec9c.webp)
સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી લોકમેળાનું મહત્વ વિશેષ રહેલું છે, ત્યારે બીજા નંબરના મેળા તરીકે પ્રખ્યાત સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ જન્માષ્ટમી લોકમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વર્ષો જૂની પરંપરા મુજબ વઢવાણના મહંત માધવેન્દ્રપ્રસાદજીના વરદ્દ હસ્તે મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો છે.
આ લોકમેળામાં વિવિધ રાઇડ્સ અને ખાણીપીણીના વિવિધ સ્ટોલ પણ ખુલ્લા મુકવામાં આવ્યા છે. લોકમેળાના ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મુખ્ય જગદીશ મકવાણા, સંયુક્ત પાલિકાના પ્રમુખ વિરેન્દ્ર આચાર્ય સાથે કારોબારી ચેરમેન મનહરસિંહ રાણા, બહાદુરસિંહ સોલંકી સહિત અન્ય રાજકીય આગેવાનો મેળા આયોજકો સાથે જન્માષ્ટમી લોકમેળો ખુલ્લો મુકવામાં આવ્યો છે. તારીખ 6 સપ્ટેમ્બરથી તા. 11 સપ્ટેમ્બર દરમિયાન લાખો લોકો જન્માષ્ટમીના લોકમેળાનો આનંદ માણી શકે તે માટે આયોજકો દ્વારા વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ સાથે જ રાત્રી દરમિયાન ખ્યાતનામ કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.