/connect-gujarat/media/media_files/1LNDShiscGSJrOtnIn4w.jpeg)
ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાથી વધુ એક બાળકોનું મૃત્યુ થયું છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક વધીને 66 થયો છે. છેલ્લા એક અઠવાડિયામાં જ 18 બાળકોએ શંકાસ્પદ ચાંદીપુરા સામે જીવ ગુમાવ્યો છે. જ્યારે 57 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અત્યારસુધી સાબરકાંઠામાં 5, મહેસાણા, અરવલ્લી,ગાંધીનગર, જામનગર, દાહોદ, બનાસકાંઠા અને કચ્છમાં 3, ખેડા, મહીસાગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર કોર્પોરેશન અને વડોદરામાં 2, રાજકોટ, મોરબી 4, અમદાવાદ કોર્પોરેશનમાં 6, પંચમહાલમાં 7, નર્મદા, વડોદરા કોર્પોરેશન, દેવભૂમિ દ્વારકા, સુરત કોર્પોરેશન, ભરૂચ, જામનગર, ગીર સોમનાથ અને પાટણમાં એક-એકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મૃત્યુ થયું છે.
કુલ પોઝિટિવ કેસ વધીને 57 થયા છે. જેમાં પંચમહાલમાં સૌથી વધુ 7, સાબરકાંઠામાં 6, મહેસાણામાં 5, ખેડા- કચ્છમાં 4, અમદાવાદ કોર્પોરેશન, અરવલ્લી, રાજકોટ, દાહોદમાંથી 3-3 પોઝિટિવ કેસ નોંધાયા છે. કુલ શંકાસ્પદ કેસનો આંક વધીને 156 થયો છે.
ચાંદીપુરા વાયરસ એ આરએનએ વાયરસ છે, જે માદા ફ્લેબોટોમાઇન ફ્લાય દ્વારા ફેલાય છે. આ માટે એડીસ મચ્છર પણ જવાબદાર છે. તે સૌપ્રથમ વર્ષ 1966માં મહારાષ્ટ્રના ચાંદીપુરામાં મળી આવ્યું હતું. આ જગ્યાના નામથી જ તેની ઓળખ થઈ હતી. આ કારણે તેને ચાંદીપુરા વાયરસ નામ આપવામાં આવ્યું.
જ્યારે પ્રથમ કેસની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે રેતીમાં ફરતી માખીને કારણે વાયરસ ફેલાય છે. 2003-04માં આ વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને આંધ્રપ્રદેશમાં જોવા મળ્યા હતા, જ્યારે તેનાથી 300 થી વધુ બાળકોના મોત થયા હતા.