Connect Gujarat
ગુજરાત

તાપી : ચોસિંગા હરણના 2 બચ્ચા સાથે વન વિભાગે કરી એક ઇસમની ધરપકડ...

તાપી જિલ્લા વન વિભાગે શિડ્યુલ-1માં આવતા ચોસિંગા હરણના 2 બચ્ચા સાથે એક ઇસમની ધરપકડ કરી હતી

X

તાપી જિલ્લા વન વિભાગે શિડ્યુલ-1માં આવતા ચોસિંગા હરણના 2 બચ્ચા સાથે એક ઇસમની ધરપકડ કરી હતી. જોકે, વન વિભાગની લાપરવાહીના કારણે આરોપી જામીન મુક્ત થતા લોકોના મનમાં અનેક સવાલ ઉભા થયા છે.

તાપી જિલ્લો એ બહુલ જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો છે, ત્યારે મહત્તમ જંગલ વિસ્તાર ધરાવતા તાપી જિલ્લામાં શિડ્યુલ-1ની શ્રેણીમાં આવતા દીપડા, હરણ અને ચોસિંગા હરણ સહિતના પ્રાણીઓ અહી વસવાટ કરે છે. આ પ્રાણીઓની દેખરેખ કરવાની સંપૂર્ણ જવાબદારી વન વિભાગની હોય છે. પરંતુ વન વિભાગ જાણે કોઈ દેખરેખ કરતું ન હોય તેમ ચોસિંગા હરણની તસ્કરીનો પર્દાફાશ થયો છે. ખેરવાડા રેન્જમાં આવેલ ખેરવાડા ગામે રહેતા ભીમસિંગ વસાવા નામના વ્યક્તિના મકાનમાંથી ચોસિંગા હરણના બે બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચોસિંગા હરણને વન વિભાગના રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. આ ગુનાહિત પ્રવૃત્તિ કરવા બદલ વન વિભાગ દ્વારા એક ઇસમની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ વન વિભાગની લાપરવાહીના કારણે આરોપીને નામદાર કોર્ટે જામીન મુક્ત કર્યો છે, ત્યારે આ મામલે વન વિભાગના અધિકારી અને કર્મચારીઓ તો સામેલ નથી એવા લોકોના મનમાં સવાલ ઊભા થયા છે.

Next Story