ગુજરાતની ‘ગોલ્ડન ગર્લ’ : તાપી-વ્યારાની શૂટર ધ્રુવી પંચાલએ ‘ખેલો ઈન્ડિયા’માં ગોલ્ડ મેડલ જીતી પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો...

ગુજરાત સરકારની રમત-ગમત યોજનાઓના સહારે તૈયાર થયેલી તાપી-વ્યારાની શૂટર ધ્રુવી પંચાલે ‘ખેલો ઈન્ડિયા’માં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું

New Update
  • વ્યારામાં સાધારણ સુવિધાઓ વચ્ચે ઉછરેલી ધ્રુવી પંચાલ

  • ધ્રુવી પંચાલ આજે ગુજરાતની ગોલ્ડન ગર્લ’ તરીકે ઉભરી

  • ધ્રુવી પંચાલે ખેલો ઈન્ડિયામાં ગોલ્ડ મેડલ જીતી બતાવ્યો

  • પોતાની ક્ષમતાનો પરિચય આપી ગુજરાતનું નામ રોશન કર્યું

  • દરેક નિશાન પાછળ વર્ષોની આકરી મહેનત : ધ્રુવી પંચાલ 

તાપી જિલ્લાના વ્યારાની શૂટર ધ્રુવી પંચાલએ ખેલો ઈન્ડિયામાં ગોલ્ડ મેડલ જીતી પોતાના પરિવાર સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે.તાપી જિલ્લાના વ્યારામાં સાધારણ સુવિધાઓ વચ્ચે ઉછરેલી ધ્રુવી પંચાલ આજે ગુજરાતની ગોલ્ડન ગર્લ’ તરીકે ઉભરી છે. ગુજરાત સરકારની રમત-ગમત યોજનાઓના સહારે તૈયાર થયેલી શૂટર ધ્રુવી પંચાલે ખેલો ઈન્ડિયામાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. ધ્રુવીના દરેક નિશાન પાછળ વર્ષોની આકરી મહેનત અને સંઘર્ષ છુપાયેલો છે.

ધ્રુવીની સફળતાની શરૂઆત સાતમા ધોરણમાં 'પ્રૂવન ટેલેન્ટટેસ્ટ પાસ કરવાથી થઈ હતી. ત્યારબાદ તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. રાજ્ય સ્તરે સતત 3 વર્ષ મેડલ જીત્યા બાદનેશનલ સ્કૂલ ગેમ્સમાં બ્રોન્ઝ અને ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતીને તેણે પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો છે. ધ્રુવી પંચાલે સાબિત કર્યું કેજો મક્કમ ઈરાદો અને સરકારનું પીઠબળ હોયતો આભને પણ આંબી શકાય છેતારે દીકરીની આ ઉડાન પાછળ તેના પરિવારનો પણ મજબૂત સાથ રહ્યો છે.

ધ્રુવીના હાથમાં રહેલી રાઈફલથી તે માત્ર મેડલ જ નથી જીતતીપણ અનેક આદિવાસી અને ગ્રામીણ કન્યાઓ માટે પ્રેરણાનું ઝરણું બની છે. ધ્રુવીનું હવે એક જ લક્ષ્ય છે ઓલિમ્પિકના મંચ પર તિરંગો લહેરાવી દેશનું ગૌરવ વધારવું. ધ્રુવીની આ સફર એ વાતનું જીવંત ઉદાહરણ છે કેજ્યારે સરકારી પ્રોત્સાહન અને ખેલાડીનો પરિશ્રમ ભેગો થાયત્યારે ગમે તેવા કપરાં ચઢાણ પણ આસાન બની જાય છે.

Latest Stories