વર્તમાન યુવા પેઢીને ટાર્ગેટ કરનારી ફિલ્મ “તાંડવમ”, ગીર સોમનાથ-કોડીનાર ખાતે માતૃશ્રી પ્રોડકશને યોજી પત્રકાર પરિષદ

તા. 19 એપ્રિલે ગુજરાતી ફિલ્મ તાંડવમ રિલીઝ થવા જઈ રહી છે, ત્યારે ગીર સોમનાથના કોડીનાર ખાતે આવેલા ન્યુ એરા સિનેમા ખાતે માતૃશ્રી પ્રોડકશન દ્વારા બેઠક યોજાય હતી.

વર્તમાન યુવા પેઢીને ટાર્ગેટ કરનારી ફિલ્મ “તાંડવમ”, ગીર સોમનાથ-કોડીનાર ખાતે માતૃશ્રી પ્રોડકશને યોજી પત્રકાર પરિષદ
New Update

તા. 19 એપ્રિલે ગુજરાતી ફિલ્મ તાંડવમ રિલીઝ થવા જઈ રહી છે, ત્યારે ગીર સોમનાથના કોડીનાર ખાતે આવેલા ન્યુ એરા સિનેમા ખાતે માતૃશ્રી પ્રોડકશન દ્વારા બેઠક યોજાય હતી.

ગીર સોમનાથના કોડીનાર ખાતે ન્યુ એરા સિનેમા થિયેટરમાં ફિલ્મ તાંડવમ અંગે બેઠક યોજાઈ હતી. તા. 19 એપ્રિલના રોજ સમગ્ર ગુજરાતમાં એક સાથે આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ માહિતી, મનોરંજન અને સંદેશ આપનારી છે. મિક્સ મસાલા અને વી.એફ.એક્સ. ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ ફિલ્મનું નિર્માણ થયું છે. અત્યાર સુધી જે ગુજરાતી ફિલ્મો બની છે, તેમાં કાંઈક અલગ જ ભાત પાડનારી આ ફિલ્મ છે. એક સારી હિન્દી કે, સાઉથની ફિલ્મ જેવી જ આ ફિલ્મ હશે. તેવો દાવો તાંડવમ ફિલ્મના અભિનેતા પ્રભાતસિંહ રાજપૂત અને માતૃશ્રી પ્રોડકશન કરી રહ્યા છે. ફિલ્મનું ટીઝર જોતા એવું જરૂરથી લાગી રહ્યું છે કે, 'ફિલ્મ સાઉથ અને હિન્દી ફિલ્મને ટક્કર આપે તેવી બની છે. ફિલ્મના લીડ રોલમાં એસ.પી. છે. જે એવા પોલીસકર્મી છે કે, 'કાયદો જ સર્વોપરી છે.' તેવું માને છે. જેને લઈ કેટલાક ભ્રષ્ટ રાજકારણીઓ આ નિષ્ઠાવાન અધિકારીની વારંવાર બદલી કરે છે, અને સસ્પેન્ડ પણ કરે છે. પોલીસનું મોરલ ખૂબ ઉમદા છે, તે આ ફિલ્મમાં બખૂબી દર્શાવ્યું છે. ડ્રગ્સ માફિયાઓ સામે મેદાને પડેલા પોલીસ અધિકારીનું સાહસ, શોર્ય અને સિદ્ધિ આ ફિલ્મમાં બતાવવામાં આવી છે. રાજકારણીઓ કરતા પોલીસ વાસ્તવમાં સ્વચ્છ પ્રતિભા ધરાવે છે, અને તેની વરદીને વફાદાર છે, તેવું આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે.

#Gujarat #CGNews #India #Gir Somnath #film #movie #Tandavam #Gujarati Film
Here are a few more articles:
Read the Next Article