Connect Gujarat
ગુજરાત

રાજ્યભરમાં આજે TATની પ્રિલિમનરી પરીક્ષા, 1 લાખથી વધુ ઉમેદવારો, 600થી વધુ કેન્દ્રો...

શિક્ષક બનવા માટે લેવાતી TATની પરીક્ષાનું આજરોજ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતના 601 પરીક્ષા કેન્દ્રો પર આયોજન કરવામાં આવ્યું હતું.

X

શિક્ષક બનવા માટે લેવાતી TATની પરીક્ષાનું આજરોજ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતના 601 પરીક્ષા કેન્દ્રો પર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1 લાખ 65 હજાર 646 ઉમેદવાર શિક્ષક અભિરુચી કસોટી TATની પ્રિલિમનરી પરીક્ષા આપી હતી. રાજ્યભરમાં 600થી વધુ કેન્દ્ર પર 144ની કલમ વચ્ચે આ પરીક્ષા યોજાય હતી.

રાજ્યની માધ્યમિક શાળાના શિક્ષક બનવા માટે દ્વીસ્તરીય શિક્ષક અભિરુચી કસોટી TATની પ્રિલિમનરી પરીક્ષાનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ પરીક્ષાને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત પરીક્ષામાં ગેરરીતિ ન થાય તેને લઈને તંત્રએ ખાસ પ્લાનિંગ કર્યુ હતું. જો પરીક્ષામાં એક પણ ઉમેદવાર ગેરરીતિ કરતા ઝડપાય તો કેન્દ્ર સંચાલક સામે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવા સુધીના પગલા લેવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી હતી. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર, અમદાવાદ શહેરના 38,248, અમદાવાદ ગ્રામ્યના 15,565, રાજકોટ શહેરના 26,957, વડોદરા શહેરના 39,173 અને સુરતના 32,173 તેમજ ગાંધીનગરના 13,530 ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યા છે, ત્યારે સુરતની વાત કરીએ તો, સુરતના 3 ઝોનમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 114 કેન્દ્રો પર 32 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવા પહોચ્યા હતા.

Next Story