જૂની પેન્શન યોજના લાગુ કરવા શિક્ષક સંઘનો મક્કમ નિર્ધાર, આંદોલનના અધ્યાયનો અમરેલીથી આરંભ...

સૌરાષ્ટ્ર સહિતના 13 જિલ્લાના શિક્ષકો દ્વારા અમરેલી ખાતે સરકાર સામે ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કરી જૂની પેન્શન યોજનાને લાગુ કરવા માંગ કરવામાં આવી હતી.

New Update
જૂની પેન્શન યોજના લાગુ કરવા શિક્ષક સંઘનો મક્કમ નિર્ધાર, આંદોલનના અધ્યાયનો અમરેલીથી આરંભ...

અમરેલી જિલ્લા સાથે સૌરાષ્ટ્ર સહિતના 13 જિલ્લાના શિક્ષકો દ્વારા અમરેલી ખાતે સરકાર સામે ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કરી જૂની પેન્શન યોજનાને લાગુ કરવા માંગ કરવામાં આવી હતી.

અમરેલીના આંગણે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકાર વિરૂદ્ધ ધરણાં પ્રદર્શન યોજાયું હતું. ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ દ્વારા અમરેલીની કોળી સમાજની વાડી ખાતે શિક્ષકો દ્વારા હાથમાં બેનરો સાથે રેલી સ્વરૂપે ધરણાં સ્થળે પહોંચ્યા હતા. શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના માટે સરકાર સાથે સમાધાન થયાને 1 વર્ષ જેવો સમયગાળો વીતવા છતાં પણ સરકાર દ્વારા જૂની પેન્શન યોજનાનો પરિપત્ર રજૂ ન કરતા અમરેલી ખાતે 13 જિલ્લાના શિક્ષકો ધરણાં પ્રદર્શન કરવા ઉમટી પડ્યા હતા. ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા મક્કમ નિર્ધાર સાથે આંદોલનનો અધ્યાય અમરેલીથી આરંભ કર્યો હતો.

Latest Stories