રૂવાડા ઉભા કરી દેતો વિડિયો..! : વડોદરામાં ગાયો વૃદ્ધાને પિંખતી રહી, પગ ભાંગી જતાં વૃદ્ધાનું મોત...

New Update
રૂવાડા ઉભા કરી દેતો વિડિયો..! : વડોદરામાં ગાયો વૃદ્ધાને પિંખતી રહી, પગ ભાંગી જતાં વૃદ્ધાનું મોત...

માણેજા વિસ્તારમાં વૃદ્ધા પર રખડતાં ઢોરનો હુમલો

ગાયોએ ખૂંદતા વૃદ્ધાના પગના લોચે-લોચા નીકળ્યા

તરફડ્યા મારતા વૃદ્ધાનું ઘટના સ્થળે મોત નીપજ્યું

વડોદરામાં રખડતા ઢોરની સમસ્યા એટલી વકરી રહી છે કે, હવે દિન પ્રતિદિન સામાન્ય બની ગઇ છે. તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો પશુપાલકો હુમલો કરવા સાથે પશુઓને મુક્ત કરાવી જાય છે. આ બધામાં નિર્દોષ પ્રજાને ભોગ બનવાનો વારો આવે છે, ત્યારે વડોદરા શહેરના માણેજા વિસ્તારની પંચરત્ન સોસાયટીમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધા ગંગાબેન પરમાર પોતાનું કામકાજ કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે ગાયે એવા અડફેટે લીધા કે, વૃદ્ધ મહિલાનું ત્યાં જ પ્રાણ પંખીડું ઉડી ગયુ. તંત્રની બેદરકારીના કારણે આખરે મહિલાને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. સમગ્ર મામલે ઘટના સ્થળે સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા.

રૂવાડા ઉભા કરી દેતો વિડિયો..! : વડોદરામાં ગાયો વૃદ્ધાને પિંખતી રહી, પગ ભાંગી જતાં વૃદ્ધાનું મોત...બનાવની જાણ થતા જ પોલીસ પણ પહોંચી હતી. સ્થાનિકોએ અહીંના પશુપાલકો પર આકરા આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે, અહીં ગાયોનો ત્રાસ ઘણા સમયથી છે. મોડી રાત્રે આવીએ, ત્યારે પણ ગાયો રખડતી હોય છે. આ પહેલા પણ એક વ્યક્તિ પર ગાયે હુમલો કર્યો હતો. એટલું જ નહીં, બાળકોને લઇને રસ્તા પરથી પસાર થઇએ, ત્યારે રખડતી ગાયો જોઈ ખૂબ ડર લાગે છે. ઉપરાંત મૃતક વૃદ્ધાના દીકરાએ જણાવ્યુ હતું કે, આજે મારી માતાને ખોવાનો વારો આવ્યો છે, મને ન્યાય જોઇએ. અહીં પશુપાલકો સામે બેઠા હોય છે, તો પણ તેમની ગાયોને લઇ જતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. જે જોઇને રૂવાડા ઉભા થઇ જશે. જોકે, આ ઘટના બાદ પાલિકા તંત્ર જાગ્યું હતું, જ્યાં ઢોર ડબ્બા લઇને ઢોર પકડવાની કામગીરી તેજ કરવામાં આવી હતી.


Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.