રાજવીઓના યથોચિત સન્માન સાથે આહવા ખાતે 4 દિવસીય “ડાંગ દરબાર”ના ભાતિગળ લોકમેળાનો પ્રારંભ...

રાજવીઓના યથોચિત સન્માન સાથે આહવા ખાતે 4 દિવસિય ડાંગ દરબારના ભાતિગળ લોકમેળાનો જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથારની અધ્યક્ષતામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.

New Update
રાજવીઓના યથોચિત સન્માન સાથે આહવા ખાતે 4 દિવસીય “ડાંગ દરબાર”ના ભાતિગળ લોકમેળાનો પ્રારંભ...

ડાંગ જિલ્લાના રાજવીઓના યથોચિત સન્માન સાથે આહવા ખાતે 4 દિવસિય ડાંગ દરબારના ભાતિગળ લોકમેળાનો જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથારની અધ્યક્ષતામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.

અંગ્રેજોની આધિનતા નહીં સ્વિકારનારા ડાંગના રાજવીઓની શૌર્યગાથાનો ઉલ્લેખ કરી ડાંગ જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથારે ઐતિહાસિક 4 દિવસિય ડાંગ દરબારના ભાતિગળ લોકમેળાના કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આદિવાસી સમાજની જીવનશૈલી, તેમનો પ્રકૃત્તિપ્રેમ, કલા વારસો વિગેરેને જાણવાનો અને માણવાનો અણમોલ અવસર પુરો પાડતા ડાંગ દરબારની ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કરતા DDO રાજ સુથારે રજવાડાઓની માતૃભૂમિ પ્રત્યેની દેશભક્તિની અપ્રતિમ ચાહનાને યાદ કરતા, ડાંગ જિલ્લાના આ ઐતિહાસિક મહોત્સવને કારણે દેશની શુરવિરતા, શૌર્યગાથા, અને આદિવાસી ગૌરવને જાણવાનો અવસર પ્રદાન થાય છે, તેમ પણ આ વેળા ઉમેર્યુ હતું. ડાંગ દરબારના આ ઐતિહાસિક લોકમેળાના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ડાંગના માજી રાજવીઓનું યથોચિત સન્માન કરાયું હતું. પ્રત્યુત્તરમાં ડાંગના રાજવીઓએ પણ ડાંગ પ્રદેશના સમગ્ર પ્રજાજનો વતી મહાનુભાવોને ધનુષબાણ અર્પણ કરી, સન્માન કર્યુ હતું. રાજવીઓને સ્વર્ણમુદ્રા સહિત પરંપરાગત પાનસોપારી, શાલ, અને સ્મૃતિભેટ અર્પણ કરાઈ હતી. ડાંગ દરબારના રંગારંગ ઉદ્દઘાટન સમારોહમા ઉપસ્થિત રહેલા જનમેદનીને અહી ડાંગની સાંસ્કૃતિક ઝલક રજુ કરતા ડાંગી નૃત્યો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળવા મળ્યા હતા. લોકસભાની ચૂંટણી પૂર્વે આચારસંહિતાને અનુલક્ષીને સાદગીપૂર્ણ માહોલ વચ્ચે યોજાયેલા ડાંગ દરબારના ઉદ્ઘાટન કાર્યક્રમ પૂર્વે ડાંગ જિલ્લાની ઐતિહાસિક પ્રણાલી અનુસાર ડાંગના માજી રાજવીઓની જિલ્લા સેવા સદન ખાતેથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા, નગરના મુખ્ય માર્ગ ઉપર ફરી હતી. આ પ્રસંગે દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક રવિ પ્રસાદ, પ્રાંત અધિકારી સાગર મોવાલિયા, ઉદ્દઘોષક બીજુબાલા પટેલ, વિજય ખાંભુ સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો અને ડાંગ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories