ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન,લોકસભા ચૂંટણી સાથે મળીને લડશે !

AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, I.N.D.I.Aનું ગઠબંધન ગુજરાતમાં પણ લાગુ પડશે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન,લોકસભા ચૂંટણી સાથે મળીને લડશે !
New Update

ગુજરાતમાં આગામી લોકસભા ચૂંટણી હવે આમદ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષ એક સાથે મળીને લડશે તેવી જાહેરાત AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને બંને પાર્ટી INDIA ગઠબંધન હેઠળ ચૂંટણી લડશે.AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, I.N.D.I.Aનું ગઠબંધન ગુજરાતમાં પણ લાગુ પડશે.


રાજ્યમાં હાલમાં સીટોની અમે તપાસ કરી રહ્યા છીએ. ભાજપ આ ગઠબંધનથી ડરી ગયું છે અને તેમને ખબર છે કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં I.N.D.I.Aનું ગઠબંધન NDAને હરાવી દેશે. પ્રધાનમંત્રીથી લઇને ભાજપના નેતાઓ પણ I.N.D.I.Aને ગાળો આપી રહ્યાં છે.ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં અમે કોંગ્રેસ સાથે સીટોની વહેંચણી કરી અને ચૂંટણી લડીશું.I.N.D.I.Aના ગઠબંધન સાથે ચૂંટણી લડાશે અને અમે એટલી ખાતરી આપે છે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં જો સીટોની વહેંચણીમાં યોગ્ય નિર્ણયો લેવાશે તો ભાજપ ગુજરાતમાં 26માંથી 26 સીટો નહીં લઈ જઈ શકે.

#Aam Aadmi Party #GujaratPolitics #Gujarat Politics News #Lok Sabha Election #Aam Aadmi Party Gujarat #Isudan Gadhvi #MP Shaktisinh Gohil #AAP And Congress #Lok Sabha Election Update
Here are a few more articles:
Read the Next Article