પાટણ સિદ્ધપુરના યુવકનું ફિલ્મીઢબે અપહરણ કરનાર 8 શખ્સોની ધરપકડ

24 વર્ષીય આર્યન યુસુફખાન મહેબુબખાન પઠાણ પાસેથી આરોપી કેવલ મોદીને મેચની IDના 50 હજાર રૂપિયા લેવાના હતા. જેને લઈ આરોપી ઈરફાનખાન સિંધીએ ફરિયાદી આર્યનને ફોન કરીને મળવા બોલાવ્યો હતો.

New Update

પાટણ જિલ્લાના સિદ્ધપુર પોલીસ મથક વિસ્તારમાંથી મેચની IDના 50 હજાર રૂપિયા માટે ફિલ્મીઢબે થયેલ યુવકના અપહરણ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં 8 શખ્સોને ઝડપી પાડી યુવકને અપહરણકારોના ચુંગાલમાંથી છોડાવ્યો હતો.

પાટણ જિલ્લાના સિદ્ધપુરના રાજપુર જકાતનાકા નજીકથી એક યુવકનું ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં સિદ્ધપુર જે.પી. મીલ રૂમ નં. 4માં રહેતા અને મૂળ વડનગરના 24 વર્ષીય આર્યન યુસુફખાન મહેબુબખાન પઠાણ પાસેથી આરોપી કેવલ મોદીને મેચની IDના 50 હજાર રૂપિયા લેવાના હતા. જેને લઈ આરોપી ઈરફાનખાન સિંધીએ ફરિયાદી આર્યનને ફોન કરીને મળવા બોલાવ્યો હતો.

 જોકેઆર્યન મળવા ગયો ન હતોજેને લઈ આરોપીઓએ પૂર્વ ગુનાહિત કાવતરૂ રચી ગેરકાયદેસર મંડળી બનાવી હતી. જેમાં 2 ફોર્ચ્યુનર તથા એક થારમાં ફરિયાદી આર્યન પાસેથી લેવાના નીકળતા પૈસા બળજબરીથી કઢાવવા માટે આરોપીઓએ પ્લાન બનાવ્યો હતો. ફરીયાદી આર્યન સ્વીફટ કાર સાથે નિકળતાં આરોપીઓએ તેનો પીછો કરી કારને ટક્કર મારી હતીઅને ધોકા વડે કાંચ તોડી કારને નુકશાન કર્યું હતું.

આ સાથે જ ફરિયાદીના મિત્રની મોટર સાયકલને પણ ટક્કર મારી મિત્રને ઇજા પહોંચાડી હતી. આર્યનને પણ કારમાંથી બહાર કાઢી ધોકા વડે તેમજ ગડદાપાટુનો માર મારી અપહરણ કરી લઈ ગયા હતા. જે બાદ યુવકને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી.

જોકેબનાવની જાણ સિદ્ધપુર પોલીસ મથકના PI જે.બી.આચાર્યને થતા તેઓએ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલીક બનાવવાળી જગ્યાએ પોલીસ સ્ટાફના માણસો સાથે પહોંચી જઈ સરકારી વાહન સાથે નાકાબંધી કરી હતીત્યારે પોલીસે અપહરણના ગુન્હામાં સંડોવાયેલ 8 શખ્સોને વાહન સાથે મળી રૂ. 38.10 લાખના મુદ્દામાલ ઝડપી પકડી તપાસનો દોર ચલાવ્યો છે.

Latest Stories