કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ફરી ગુજરાતની મુલાકાતે, રાજ્યભરના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાશે બેઠક...

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજ્યની તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.

New Update
કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ફરી ગુજરાતની મુલાકાતે, રાજ્યભરના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાશે બેઠક...

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજ્યની તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. તેવામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચે પણ તૈયારીઓ આરંભી દીધી છે. આ અંતર્ગત કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી પહોંચી છે.

Advertisment

કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આજથી 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી છે. અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ ટીમ ગાંધીનગર રવાના થઈ હતી. આ દરમિયાન કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ તમામ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા સાથે બેઠક કરશે. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમની સાથે આ વખતે મુખ્ય ચૂંટણી કમિશન પર ગુજરાત આવી રહ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ તમામ જિલ્લાના કલેક્ટર અને પોલીસ વડા સાથે ચૂંટણીલક્ષી બેઠક કરશે. ટીમ જિલ્લાઓના કલેકટર અને પોલીસ વડાની સાથે મતદાર યાદી, મતદાર મથક, સંવેદનશીલ મથકો, સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. સાથે જ જિલ્લાના કલેક્ટર અને પોલીસ વડાના ચૂંટણી લક્ષી તૈયારી અંગે પ્રેઝન્ટેશન આપશે. આ સાથે જ સંવેદનશીલ બુથ તેમજ જિલ્લા વહીવટી તંત્રની વ્યવસ્થા અંગેની સમીક્ષા પણ કરશે. ગત તા. 17 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ચૂંટણી પંચના 9 સભ્યોનું ડેલિગેશન 2 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ દ્વારા અમદાવાદ ખાતે તમામ જિલ્લાના કલેક્ટર અને પોલીસ વડાઓ સાથે ચૂંટણીલક્ષી બેઠક કરવામાં આવી હતી. જેમાં મતદાર યાદી સુધારણા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

Advertisment
Latest Stories